વસ્તીગણતરી વખતે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત જેવાં જ માનવામાં આવશે

31 March, 2026 07:16 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

આ વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત દંપતી તરીકે ગણવામાં આવશે

વસ્તીગણતરી

કોરોના રોગચાળાને કારણે ભારતમાં વસ્તીગણતરી અટકી ગઈ હતી, પણ એપ્રિલ મહિનાથી આ પ્રક્રિયા શરૂ થવાની છે જે ૨૦૨૭ના ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. આ વસ્તીગણતરીમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતાં કપલ્સને પરિણીત દંપતી તરીકે ગણવામાં આવશે. વસ્તીગણતરી કરનારા અધિકારીઓ આવાં કપલ્સને આપત્તિજનક સવાલ પૂછશે નહીં. તેઓ જે જાણકારી આપશે એને પણ ગુપ્ત રાખવામાં આવશે, એ કોઈની સાથે શૅર કરવામાં આવશે નહીં.

આ સંદર્ભમાં વસ્તીગણતરીના ડિરેક્ટરે જણાવ્યું હતું કે વસ્તીગણતરી, ૧૯૪૮ની કલમ ૧૧ હેઠળ અધિકારીઓ આપત્તિજનક સવાલ નહીં પૂછે અને જો એવું કરશે તો તેમને ૧૦૦૦ રૂપિયાનો દંડ અને ૩ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. આ સંદર્ભમાં આપવામાં આવેલા આદેશમાં જણાવવામાં આવ્યું છે કે જો કોઈ અધિકારી જાણીજોઈને અનુચિત પ્રશ્ન પૂછશે અથવા ખોટી જાણકારી આપશે તો તેને દંડ થશે. 

national news india indian government sex and relationships