ચક્રવાત મોથા આવે છે: ઓડિશાથી લઈને તામિલનાડુ સુધીનાં રાજ્યો હાઈ અલર્ટ પર

26 October, 2025 12:44 PM IST  |  Odisha | Gujarati Mid-day Correspondent

ખાડીમાં ઘટી રહેલા પ્રેશરને કારણે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા હાઈ અલર્ટ પર છે

ખૂબ ઝડપી પવન સાથે મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે.  

દક્ષિણ ભારતનાં રાજ્યોમાં હજી વરસાદનો સિલસિલો ચાલુ છે. એવામાં બંગાળની ખાડીમાં ઊઠેલા સાઇક્લોનને કારણે મોસમ વિભાગે ભારે વરસાદ અને તોફાનની ચેતવણી આપી છે. બંગાળની ખાડીમાં આંદામાન પાસેના તટ પર બનેલું લો પ્રેશર હવે વધુ ગંભીર સ્વરૂપ લઈ રહ્યું છે. આ દબાણ આ વર્ષના પહેલા ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે એવી ચેતવણી ઇન્ડિયા મિટિયરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ (IMD) દ્વારા આપવામાં આવી છે. આ ચક્રવાતનું નામ ‘મોથા’ રાખવામાં આવ્યું છે. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર મોથા ચક્રવાત આવતી કાલે સવારે એટલે કે ૨૭ ઑક્ટોબરે તોફાન સાથે દરિયાકિનારે અથડાય એવી સંભાવના છે. ખાડીમાં ઘટી રહેલા પ્રેશરને કારણે તામિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓડિશા હાઈ અલર્ટ પર છે. અહીં ખૂબ ઝડપી પવન સાથે મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે.  

national news india andhra pradesh tamil nadu odisha Weather Update indian meteorological department