✕

ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ સિંહને દીકરીએ જન્મદિવસ પહેલાં હેલિપૅડ બાંધીને આપ્યું

04 November, 2026 10:35 AM IST  |  Noida | Gujarati Mid-day Correspondent

બ્રિજભૂષણ પાસે ૩ હેલિકૉપ્ટર છે. આમાંથી એક હંમેશાં નોએડાના આ હેલિપૅડ પર તહેનાત રહેશે.

રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યે બ્રિજભૂષણે ધાર્મિક વિધિ અને પૂજા કર્યા પછી નારિયેળ ફોડીને હેલિપૅડનું ઉદ્ઘાટન કર્યું હતું

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ભૂતપૂર્વ સંસદસભ્ય બ્રિજભૂષણ શરણ સિંહની દીકરી શાલિની સિંહે પિતાના જન્મદિવસના બે મહિના પહેલાં નોએડામાં તેમને હેલિપૅડ ભેટમાં આપ્યું હતું. રવિવારે સાંજે લગભગ પાંચ વાગ્યે બ્રિજભૂષણે ધાર્મિક વિધિ અને પૂજા કર્યા પછી નારિયેળ ફોડીને હેલિપૅડનું ઉદ્ઘાટન કર્યું હતું. શાલિની સિંહ નોએડા સિટિઝન્સ ફોરમની કાર્યકારી પ્રમુખ છે.

બ્રિજભૂષણ પર ભારતીય કુસ્તી સંઘની મહિલા પહેલવાનોએ જાતીય શોષણના આરોપ લગાવ્યા હતા, પણ કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા. તેમનો જન્મદિવસ ૨૦૨૭ની ૮ જાન્યુઆરીએ છે. શાલિની સિંહે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટમાં લખ્યું હતું કે અમે પપ્પાને જન્મદિવસની ભેટ તરીકે નોએડામાં એક નવનિર્મિત હેલિપૅડ ગિફ્ટમાં આપ્યું છે.

બ્રિજભૂષણ પાસે ૩ હેલિકૉપ્ટર છે. આમાંથી એક હંમેશાં નોએડાના આ હેલિપૅડ પર તહેનાત રહેશે. આ હેલિપૅડ બાંધવા માટે આશરે પચાસ લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જોકે જે જમીન પર હેલિપૅડ બનાવવામાં આવ્યું છે એની કિંમત કરોડો રૂપિયા છે.

national news india noida bharatiya janata party brij bhushan sharan singh indian government