સિંગાપુરમાં લાલુ યાદવને પુત્રીએ કિડની કરી ડોનેટ, ટ્રાંસપ્લાન્ટ સફળ

05 December, 2022 05:51 PM IST  |  Bihar | Gujarati Mid-day Online Correspondent

તેમનું ઓપરેશન આશરે એક કલાક જેટલું ચાલ્યું હતું. ત્યાર બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. 

લાલુ પ્રસાદ યાદવ

પૂર્વ રેલ પ્રધાન અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન તથા રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ ( Lalu Prasad Yadav)ને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે સિંગાપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. લાલુની કિડની ટ્રાન્સપ્લાંટનું ઓપરેશન સફળ રહ્યું છે. તેમનું ઓપરેશન આશરે એક કલાક જેટલું ચાલ્યું હતું. ત્યાર બાદ તેમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યાં છે. 

મીસા ભારતીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે `પપ્પાનું ઓપરેશન સફળતાપુર્વક થઈ ગયું છે. પપ્પા હાલમાં ICUમાં દાખલ છે. હોંશમાં છે અને વાતો કરવા પણ સક્ષમ છે. તમારા બધાની પ્રાર્થના અને શુભકામનાઓ માટે કોટિ કોટિ વંદન.` તો બીજી બાજુ તેજસ્વી યાદવે ટ્વિટ કરી સફળ ઓપરેશનની જાણકારી આપી હતી. આ સાથે તેમણે બેન રોહિણીનો આભાર વ્યક્ત કર્યો છે. 

 

આ પણ વાંચો:Gujarat Election: હિરાબાએ મતાધિકારનો કર્યો ઉપયોગ, શાહ અને પટેલે પણ આપ્યો મત

સોમવારે સિંગાપોરના સમય મુજબ સવારે 9 વાગ્યે કિડની દાન કરી રહેલી તેમની પુત્રી રોહિણી આચાર્ય સાથે પ્રોસિજર વેઇટિંગ રૂમમાં પહોંચ્યા હતા. રોહિણીએ પ્રોસિજર વેઇટિંગ રૂમમાંથી સોશિયલ મીડિયા પર તેના પિતા સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું `રેડી ટુ રોક એન્ડ રોલ... મને શુભકામના પાઠવો`. આ પહેલા રોહિણીએ પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી સાથેની તસવીરો પણ શેર કરી હતી અને લોકોને રવિવારે રાત્રે લાલુ પ્રસાદ માટે પ્રાર્થના કરવાની અપીલ પણ કરી હતી.

આ પણ વાંચો:Crime News: શ્રદ્ધાથી પણ ખતરનાક મર્ડર, 1 વર્ષ બાદ મળ્યા મહિલાની લાશના ટુકડા

લાલુના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે

લાલુ પ્રસાદના સમર્થકોએ પણ સોશિયલ મીડિયા પર રોહિણીને આશીર્વાદ આપ્યા હતા. અહીં, લાલુ અને રોહિણીના સફળ ઓપરેશનની સાથે, પટનામાં આરજેડી કાર્યાલય સહિત ઘણા અગ્રણી નેતાઓએ બંનેના જલ્દી સ્વસ્થ થવા માટે આશીર્વાદ માંગ્યા. આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું કે સવારે ઉઠ્યા બાદથી તમામ આરજેડી સમર્થકો અને તમામ નેતાઓ સહિત લાલુ પ્રસાદના ચાહકોનું ધ્યાન સિંગાપોર પર છે. સિંગાપોરનો સમય ભારત કરતાં અઢી કલાક આગળ છે. અહીં જણાવ્યા મુજબ, ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા સાંજ સુધીમાં પૂર્ણ થવી જોઈએ. ડૉક્ટરોએ બધું નિયંત્રણમાં અને સારું કહ્યું છે.

 

 

 

 

national news lalu prasad yadav bihar