26 March, 2025 12:45 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રેખા ગુપ્તા
દિલ્હીનાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાએ ગઈ કાલે તેમની સરકારનું પહેલું બજેટ રજૂ કરતાં દિલ્હીમાં ૧૦૦ સ્થળે ૧૦૦ અટલ કૅન્ટીન બનાવવાની યોજના રજૂ કરી હતી. આ કૅન્ટીન-યોજના માટે તેમણે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા હતા. આ ૧૦૦ અટલ કૅન્ટીનો ભૂતપૂર્વ વડા પ્રધાન દિવંગત અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે શરૂ કરવામાં આવશે. ગયા વર્ષની ૨૫ ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતી હતી. અટલ કૅન્ટીન યોજના અંતર્ગત ગરીબોને પાંચ રૂપિયામાં ભોજનની થાળી મળશે.
બજેટ-પ્રવચનમાં રેખા ગુપ્તાએ કહ્યું હતું કે ‘અગાઉની સરકાર અને અમારી સરકારના બજેટમાં ઘણો ફરક છે. તેઓ માત્ર જાહેરાતો કરતા હતા, પણ અમે વચન નિભાવીએ છીએ. તેમણે પોતાના માટે શીશમહેલ બનાવ્યો હતો પણ અમે ગરીબો માટે ઘર બનાવીશું.’