સોચો અપને ભાઈ કી ગાડી મેં હો

23 June, 2026 10:10 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીના કૅબ-ડ્રાઇવરે લોકોનાં દિલ જીતી લીધાં, મોડી રાત્રે કૅબમાં બેઠેલી યુવતીને કહ્યું...

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

દિલ્હીથી મોડી રાતે ગુડગાંવ જઈ રહેલી એક યુવતીના ભાઈને થતી ચિંતા અને કૅબ-ડ્રાઇવરે આપેલી ધરપતની વાતચીતનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વાતચીત લક્ષય મહેતાએ પોસ્ટ કરી હતી. વિડિયોમાં યુવતી રાત્રે કૅબમાં બેસતી જોવા મળે છે, જ્યારે તેનો ભાઈ નજીકમાં ઊભો છે. ભાઈ તેની સલામતી વિશે ચિંતિત લાગતો હતો અને તેને સફર દરમ્યાન સંપર્કમાં રહેવાનું કહેતો હતો. જોકે ભાઈ-બહેનની વાતચીત સાંભળ્યા પછી કૅબ-ડ્રાઇવરે જે કહ્યું એ વાઇરલ થયું છે.

ડ્રાઇવરે ભાઈને કહ્યું કે મારા નંબરનો અને સરનામાનો ફોટો લો, એ કારની બહાર લખેલાં છે, તે મારી બહેન પણ છે. યુવતીએ તેનો આભાર માનતાં કહ્યું કે પરિવારને ચિંતા થાય છે, થૅન્ક્યુ ભૈયા.
ત્યાર બાદ ડ્રાઇવરે જે જવાબ આપ્યો એ વાઇરલ થયો છે. તેણે કહ્યું, ‘ચિંતા કરશો નહીં. આ તમારા ભાઈની ટૅક્સી છે. આરામથી બેસો.’ મહિલાના ભાઈનો ઉલ્લેખ કરતાં તેણે કહ્યું હતું કે ‘તુમ્હારા ભાઈ યુટ્યુબર હૈ. છોટી બહન કી તરહ લેકે જાઉંગા, કોઈ ટેન્શન ન લો. બિના ટેન્શન કે બૈઠો. સોચો કે અપને ભાઈ કી ગાડી મેં જા રહે હો.’ 

national news india delhi news new delhi viral videos