Red Fort Car Blast: PM મોદીએ HM શાહ સાથે કરી વાત, ભારત-પાક. બોર્ડર પર પણ ઍલર્ટ

10 November, 2025 09:57 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

પીએમ મોદીએ લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને આ સાથે તેમણે ગૃહ પ્રધાન શાહ સાથે પણ વાત કરી અને અપડેટ્સ લીધા, એમ તેમણે જણાવ્યું. એક વ્યસ્ત સાંજે થયેલા વિસ્ફોટમાં ચોવીસ લોકો ઘાયલ થયા હતા.

ભારતના ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીની લોકનાયક હૉસ્પિટલમાં પહોંચ્યા

નવી દિલ્હીના લાલ કિલ્લા નજીક સોમવારે સાંજે થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા બાદ કેન્દ્ર સરકાર પણ હાઈ એલર્ટ પર છે અને તરત જ પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓને તપાસ અને સતર્ક રહેવા માટે આદેશ આપી ધીધો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા તરત જ ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી હતી, એમ સરકારી સૂત્રોએ જણાવ્યું.  લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં થયેલા વિસ્ફોટમાં અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા.

પીએમ મોદીએ લાલ કિલ્લા નજીક થયેલા બ્લાસ્ટની પરિસ્થિતિ વિશે માહિતી મેળવી હતી અને આ સાથે તેમણે ગૃહ પ્રધાન શાહ સાથે પણ વાત કરી અને અપડેટ્સ લીધા, એમ તેમણે જણાવ્યું. એક વ્યસ્ત સાંજે થયેલા વિસ્ફોટમાં ચોવીસ લોકો ઘાયલ થયા હતા. ઘટના દરમિયાન આ વિસ્તાર લોકોની ભીડથી ભરેલો હતો. ઘાયલોને થોડા કિલોમીટર દૂર એલએનજેપી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ મામલે ગૃહ પ્રધાને કહ્યું હતું કે “એજન્સીઓને વિસ્ફોટ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ ઘટનાની તપાસ કરવા વિસ્તારના દરેક સીસીટીવી કૅમેરાની તપાસ કરવામાં આવશે

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ દેશના દરેક રાજ્યો અને તેના શહેરો હાઈ ઍલર્ટ પર

દિલ્હીમાં બ્લાસ્ટ બાદ મુંબઈમાં સુરક્ષા વધારવામાં આવી છે. મુંબઈ પોલીસે ભીડભર્યા વિસ્તારોમાં તપાસ અભિયાન શરૂ કરી દીધું છે અને સુરક્ષા, સીક્રેટ એજન્સીને સતર્ક રહેવાના નિર્દેશ આપ્યા છે. દિલ્હીમાં બ્લાસ્ટ બાદ દેશની આર્થિક રાજધાની અને મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં તેમ જ ઉત્તર પ્રદેશ, બિહાર અને હરિયાણા જેવા રાજ્યોના ધાર્મિક સ્થળોએ પણ હાઈ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ સિવાય પુણે પણ હાઈ અલર્ટ પર છે. સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ સુરક્ષા તહેનાત કરવામાં આવી છે અને વાહનો અને જાહેર સ્થળોની તપાસ કરવામાં આવી રહી છે.

ભારત પાકિસ્તાન બોર્ડર પર પણ ઍલર્ટ

દેશભરના બોર્ડર વિસ્તારોમાં ઑપરેશન સિંદુર બાદ સેનાએ પોતાની સુરક્ષામાં વધારો કર્યો છે અને દરેક હલચલ પર નજર રાખી રહ્યા છે. જોકે આજે પાટનગરમાં એક કારમાં બ્લાસ્ટ થતાં આ વિસ્તારો વધુ ઍલર્ટ પર છે. સાવચેતીને પગલે બોર્ડર વિસ્તારોમાં સેનાની તહેનાતી વધારી દેવામાં આવી છે.

ઘટના સ્થળેથી વીડિયો આવ્યા સામે

એક વીડિયોમાં વિસ્ફોટની તીવ્રતા દર્શાવવામાં આવી હતી. વાહન પર એક પીડિતનો મૃતદેહ પણ પડેલો જોવા મળી રહ્યો છે. બીજા વીડિયોમાં રસ્તા પર એક અત્યંત જખમી હાલતમાં મૃતદેહ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થળની નજીક શરીરના ભાગો વેરવિખેર થયેલા જોઈ શકાય છે. માહિત મુજબ હવે ગૃહ પ્રધાન અમિત શાહ પણ જખમી લોકોને મળવા માટે હૉસ્પિટલ પહોંચ્યા છે.

new delhi red fort delhi news narendra modi amit shah terror attack national news