Delhi Crime News: મોટી કાર્યવાહી! બિહારના ચાર મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટર્સ માર્યા ગયા

23 October, 2025 09:49 AM IST  |  Delhi | Gujarati Mid-day Online Correspondent

Delhi Crime News: દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અને બિહાર પોલીસે મળીને મોટી કાર્યવાહી કરી હતી જેમાં રોહિણીમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સ સાથે અથડામણમાં થતાં જ  ચારેયને ઢેર કરાયા છે.

ફાઈલ તસવીર

દિલ્હી પોલીસ (Delhi Crime News)ની મોટી કાર્યવાહીના સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અને બિહાર પોલીસે મળીને મોટી કાર્યવાહી કરી હતી જેમાં રોહિણીમાં બિહારના ચાર મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સ સાથે અથડામણમાં થતાં જ ચારેયને ઢેર કરાયા છે. માર્યા ગયેલા ચાર ગેંગસ્ટર્સમાં રંજન પાઠક, બિમલેશ મહતો, મનીષ પાઠક અને અમન ઠાકુરનો સમાવેશ થાય છે. અથડામણ બાદ ચારેયને હોસ્પિટલમાં લઇ જવાયા હતા પરંતુ ત્યાં યેઓને મૃત ઘોષિત કરાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી પોલીસે ઘટનાસ્થળના દૃશ્યો પણ જારી કર્યા છે (Delhi Crime News) જ્યાં મોડી રાત્રે 2.20 વાગ્યે ચાર આરોપી અને દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમ વચ્ચે ગોળીબાર થયો હતો. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે રોહિણીમાં બિહાર પોલીસ સાથેની અથડામણ દરમિયાન બિહારના કુખ્યાત રંજન પાઠક ગેંગના ચાર સભ્યોને ગોળી મારવામાં આવી હતી, જેમાં તેઓના મોત થયા છે. 

અહેવાલો મળી રહ્યા છે કે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા આ ગેંગના સભ્યોએ મોટા કાવતરાનો પ્લાન (Delhi Crime News) કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ અને બિહાર પોલીસની સંયુક્ત ટીમે આ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું અને તેઓના કાવતરાનો પર્દાફાશ કર્યો છે અને તે ચારેયને મોતને ઘટ ઉતારી દીધા છે. આ ચારેય કુખ્યાતોની સામે બિહારમાં અનેક કેસ નોંધાયા છે. તેમાં હત્યા અને લૂંટફાટનો પણ સમાવેશ થાય છે. હાલમાં આ મામલે આગળની તપાસ ચાલી રહી છે. ચારેય આરોપી સામે મોટા મોટા ગુનાઓ નોંધાયા છે. જેમાં રંજન પાઠક (ઉંમર 25 વર્ષ) કે તેના પિતા મનોજ પાઠક છે. તે બિહારના સીતામઢી જિલ્લાના સુરસંદ થાનાના મલહાઈ ગામમાં  રહે છે. બીજો આરોપી બિમલેશ મહતો ઉર્ફે બિમલેશ સાહની જેની વય 25 વર્ષ છે. તે રતનપુર, થાના બાજપટ્ટી, જિલ્લા સીતામઢી, બિહારમાં રહે છે. ત્રીજો મનીષ પાઠક (ઉંમર 33 વર્ષ) મલહાઈ ગામ, થાના સુરસંદ, જિલ્લા સીતામઢી, બિહારમાં રહે છે. ચોથો આરોપી અમન ઠાકુર (ઉંમર 21 વર્ષ) તે દિલ્હીના કરવલ નગરના શેરપુર ગામનો રહેવાસી છે.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી સંજીવ યાદવ આ મામલે જણાવે છે કે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે (Delhi Crime News) બિહાર પોલીસ સાથે મળીને રોહિણીમાં એન્કાઉન્ટર દરમિયાન બિહારના કુખ્યાત રંજન પાઠક ગેંગના ચાર સભ્યોને મારી નાખ્યા છે. આ એન્કાઉન્ટર લગભગ મોડી રાત્રે 2:20 વાગ્યે ચલાવવામાં આવ્યું હતું. આ છટકું ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે ગોઠવવામાં આવ્યું હતું. આ કુખ્યાત ગેંગના સભ્યો આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા મોટું કાવતરું કરવાનો પ્લાન જ બનાવી રહ્યા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ અને બિહાર પોલીસની ટીમે ભેગા મળીને આ વિસ્તારમાં છટકું ગોઠવ્યું હતું. જોકે, કાર્યવાહી દરમિયાન જ્યારે પોલીસની ટીમે આ કુખ્યાતોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસે પણ ગોળીઓથી વળતો જવાબ આપ્યો હતો. થોડીવાર બન્ને પક્ષે ગોળીબાર ચાલ્યો હતો. જેમાં ચારેય આરોપીઓને ગોળી વાગી હતી અને તેમને રોહિણીની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા."

national news india Crime News crime branch delhi police bihar bihar elections delhi news