૧૦ કલાક ચાલેલા લાંબા ઑપરેશન બાદ ડૉક્ટરોએ મહિલાના પેટમાંથી ૧૪.૫ કિલોની ગાંઠ દૂર કરી

18 June, 2026 07:54 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સર્જિકલ ટીમે અસરગ્રસ્ત અંગો પણ દૂર કર્યાં હતાં અને દરદીને સ્વસ્થ થયા પછી સ્થિર સ્થિતિમાં રજા આપવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

સર્જિકલ ઑન્કોલૉજીમાં એક યાદગાર સિદ્ધિ હાંસલ કરતાં સાઉથ ઈસ્ટ દિલ્હીના ઓખલાસ્થિત ફોર્ટિસ એસ્કોર્ટ્સ હૉસ્પિટલના ડૉક્ટરોએ પંચાવન વર્ષની એક મહિલાના પેટમાંથી ૧૪.૫ કિલો વજનની કૅન્સરગ્રસ્ત ગાંઠને સફળતાપૂર્વક દૂર કરી હતી. આ ઑપરેશન ૧૦ કલાક ચાલ્યું હતું. સર્જિકલ ઑન્કોલૉજીના ડિરેક્ટર ડૉ. અર્ચિત પંડિતના નેતૃત્વમાં ડૉક્ટરોની ટીમે ગાંઠને સુરક્ષિત રીતે દૂર કરવા માટે એક જટિલ ઓપન સર્જિકલ પ્રક્રિયા કરી હતી. આવી ગાંઠો ખૂબ જ દુર્લભ છે, જે પેટની તમામ ગાંઠોના એક ટકા કરતાં ઓછી છે અને પહેલેથી જ અસામાન્ય કૅન્સરજન્ય કેસોનો એક નાનો ભાગ છે.

વ્યવસાયે નર્સ એવી કુલદીપ કૌરને લગભગ ૪ર મહિનાથી શ્વાસ લેવામાં અને ચાલવામાં તકલીફ થતી હતી. તેના પેટમાં ઝડપથી વધતી ગાંઠે તેની હલનચલનને મર્યાદિત કરી દીધી હતી અને તેના જીવને જોખમમાં મૂકી દીધો હતો. સર્જિકલ ટીમે અસરગ્રસ્ત અંગો પણ દૂર કર્યાં હતાં અને દરદીને સ્વસ્થ થયા પછી સ્થિર સ્થિતિમાં રજા આપવામાં આવી હતી. 

national news india delhi news new delhi