10 November, 2025 09:13 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
રવિવારે સાંજે પ્રદર્શનકારીઓ ઇન્ડિયા ગેટ પાસે જમા થઈ ગયા હતા
દિલ્હીમાં પ્રદૂષણના કારણે લોકોની ધીરજ ખૂટી ગઈ હોય એવું લાગે છે. આ વખતે વધતા પ્રદૂષણ અને ઉત્તરોત્તર ઘટતી જતી ઍર ક્વૉલિટીને કારણે લોકો રોડ પર પ્રદર્શન કરવા નીકળી આવ્યા હતા. રવિવારે સાંજે પ્રદર્શનકારીઓ ઇન્ડિયા ગેટ પાસે જમા થઈ ગયા હતા. તેમણે સ્વચ્છ હવા અને પાણીની ડિમાન્ડ કરીને નારાબાજી કરી હતી. પરિસ્થિતિ વધુ વણસે નહીં અને શાંતિભંગ ન થાય એ માટે પોલીસે સુરક્ષા વધારી દીધી હતી. કર્તવ્ય પથને પર્યટકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ભારે માત્રામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી હતી. પોલીસોની સાથે સેનાના જવાનોને પણ તહેનાત કરવામાં આવ્યા હતા અને કેટલાક તોફાની પ્રદર્શનકારીઓને અટકમાં લીધા હતા.