08 March, 2026 07:53 AM IST | Punjab | Gujarati Mid-day Correspondent
ગુરમીત રામ રહીમ
૨૦૦૨માં પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા સાથે સંબંધિત કેસમાં ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમને પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. જોકે ડેરા પ્રમુખ બે સાધ્વીઓ પર બળાત્કાર કરવા બદલ ૨૦ વર્ષની સજા ભોગવી રહ્યો છે. તે હાલમાં રોહતકની સુનારિયા જેલમાં બંધ છે. આ ચુકાદાથી પત્રકારનો પરિવાર નારાજ થયો છે અને તેઓ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જશે.
સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) કોર્ટના નિર્ણયમાં આંશિક ફેરફાર કરીને હાઈ કોર્ટે ડેરા પ્રમુખને નિર્દોષ જાહેર કર્યો હતો, પણ આ કેસમાં દોષી ઠેરવવામાં આવેલા અન્ય ૩ આરોપીઓ કુલદીપ, નિર્મલ અને કિશન લાલની આજીવન કેદની સજાને યથાવત્ રાખી હતી.