✕

હાર્ટનું ઑપરેશન સફળ થયું એટલે સાંવરિયા સેઠ મંદિરમાં ભક્તે ૨૧ ગ્રામ સોનાનું હૃદય અર્પણ કર્યું

07 November, 2026 10:16 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ઑપરેશન સફળ થતાં જ તેણે મંદિરમાં જઈને આ કીમતી ભેટ ઑફિસમાં જમા કરાવી હતી. 

સાંવરિયા સેઠ મંદિરમાં ભક્તે ૨૧ ગ્રામ સોનાનું હૃદય અર્પણ કર્યું

રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી સાંવરિયા સેઠ મંદિરમાં એક ભક્તની અનોખી ભેટ હાલમાં ભારે ચર્ચાનો વિષય બની છે. જાલોર જિલ્લાના એક ભક્તે હાર્ટનું ઑપરેશન સફળ થતાં ભગવાનનાં ચરણોમાં ૨૧ ગ્રામ સોનાથી બનેલું હાર્ટનું મૉડલ ભેટ કર્યું હતું, જેની કિંમત ત્રણ લાખ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.
જાલોરના આ ભક્તને હાર્ટની ગંભીર બીમારી હતી. બીમારીમાંથી સ્વસ્થ થવા માટે તેણે સાંવરિયા સેઠની માનતા માની હતી કે જો ઑપરેશન સફળ થશે તો ભગવાનને સોનાનું દિલ ભેટ આપશે. ઑપરેશન સફળ થતાં જ તેણે મંદિરમાં જઈને આ કીમતી ભેટ ઑફિસમાં જમા કરાવી હતી. 

rajasthan hinduism gold silver price heart attack national news jaipur