મહાકુંભમાં અબ કી બાર ૫૦ કરોડ પાર

16 February, 2025 07:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલ સુધી આટલા ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું

ગઈ કાલે પ્રયાગરાજ જઈને રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, તેમનાં પત્ની અમૃતા અને દીકરી દિવીજાએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરવાની સાથે પૂજા અને મા ગંગાની આરતી પણ કરી હતી.

પ્રયાગરાજમાં મહાકુંભમાં ત્રિવેણી સંગમમાં ગંગા નદીમાં ડૂબકી લગાવનારા ભાવિકોની સંખ્યા ૫૦ કરોડના આંકડાને પાર કરી ગઈ છે. ભારત અને ચીનની જનસંખ્યા બાદ આ સૌથી મોટી જનસંખ્યાનો આંકડો છે. હજી તો મહાકુંભ શિવરાત્રિ સુધી ચાલવાનો છે એથી આ આંકડો હજી વધશે.

આ સંદર્ભે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ‘મહાકુંભમાં ૫૦થી પંચાવન કરોડ લોકો આવશે અને એનાથી ઉત્તર પ્રદેશની ઇકૉનૉમીને જબરદસ્ત બૂસ્ટ મળશે. કેટલાક લોકો કુંભ વિશે આંગળી ઉઠાવે છે, પણ અમે કુંભના આયોજનમાં ૧૫૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને એના બદલામાં ત્રણ લાખ કરોડ રૂપિયાનો લાભ થયો છે, તો એ સારું જ છેને.’

કયા દિવસે કેટલા શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું?

૧૩ જાન્યુઆરી (પોષ પૂનમ)

.૭૦ કરોડ

૧૪ જાન્યુઆરી (મકર સંક્રાન્તિ)

.૫૦ કરોડ

૧૫થી ૨૮ જાન્યુઆરી

૧૩. કરોડ

૨૯ જાન્યુઆરી
(મૌની અમાસ)

.૬૪ કરોડ

૩૦ જાન્યુઆરીથી ૨ ફેબ્રુઆરી

.૨૯ કરોડ

૩ ફેબ્રુઆરી (વસંત પંચમી)

.૫૭ કરોડ

૪થી ૧૧ ફેબ્રુઆરી

.૪૧ કરોડ

૧૨ ફેબ્રુઆરી (માઘી પૂનમ)

કરોડ

૧૩થી ૧૪ ફેબ્રુઆરી

.૧૫ કરોડ

કુલ

૫૦.૦૬ કરોડ

national news india kumbh mela prayagraj uttar pradesh