બોરીવલીમાં નશામાં ધુત દુકાનદારે ૮૦ વર્ષ જૂની હનુમાનજીની દેરી તોડી પાડી

12 May, 2026 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આસપાસના રહેવાસીઓમાં રોષ વ્યાપી ગયો હતો અને લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

બોરીવલી-ઈસ્ટના કાર્ટર રોડ નંબર બે પર એક ઝાડ પાસે આવેલી હનુમાનજીની ૮૦ વર્ષ જૂની દેરી એની સામે જ પાનની દુકાન ચલાવનારાએ દારૂના નશામાં તોડી નાખી હતી. તેની દુકાનનું નામ પણ જય હનુમાન પાન ભંડાર છે. તેનું કહેવું હતું કે એ દેરી તેની દુકાનની સામે આવી હોવાથી તેના ધંધા પર અસર થાય છે. જોકે તેણે દારૂના નશામાં એ દેરી તોડી પાડતાં આસપાસના રહેવાસીઓમાં રોષ વ્યાપી ગયો હતો અને લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. એ વિસ્તારના ઘણા લોકો આ હનુમાનજીની દેરીમાં આસ્થા રાખતા હતા. તેમની શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી હતી. આ બાબતે કાર્ટર રોડ પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

mumbai news mumbai carter road social media mumbai crime news mumbai police