✕

જે જૂના વોટરોનાં નામ મતદારયાદીમાં નથી તેઓ ફૉર્મ 6 ભરીને ફરી નામ ઉમેરાવી શકે છે

04 November, 2026 07:21 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન ક‌મિશનની મહત્ત્વની જાહેરાત ઃ જે જૂના વોટરોનાં નામ મતદારયાદીમાં નથી તેઓ ફૉર્મ 6 ભરીને ફરી નામ ઉમેરાવી શકે છે

પ્રતીકાત્મક તસવીર

ભારતના ચૂંટણીપંચે સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ ફૉર્મ 6 વિશેની મૂંઝવણ વિશે એક મોટી સ્પષ્ટતા જાહેર કરી છે. પંચે સ્પષ્ટપણે કહ્યું છે કે જે જૂના મતદારોનાં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નથી તેઓ કોઈ પણ ખચકાટ વિના ફૉર્મ 6 ભરી શકે છે અને એને ખોટી ઘોષણા તરીકે ગણવામાં આવશે નહીં. ચૂંટણીપંચના ધ્યાનમાં આવ્યું છે કે SIR દરમ્યાન પ્રસિદ્ધ કરાયેલી ડ્રાફ્ટ મતદારયાદીમાં ઘણા જૂના મતદારોનાં નામ ગાયબ હતાં. આ મતદારો ફૉર્મ 6 ભરવાથી ડરતા હતા, કારણ કે ફૉર્મ 6માં જાહેરનામું આપવું પડે છે કે મારું નામ પ્રથમ વખત મતદારયાદીમાં સામેલ કરાવવા માગું છું. ચૂંંટણીપંચે કહ્યું છે કે...

જૂના મતદારોને ચિંતા હતી કે આ ઘોષણાપત્ર આપવાથી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1950ની કલમ ૩૧ હેઠળ ખોટું નિવેદન બનશે અને એના પરિણામે કાર્યવાહી થઈ શકે છે.
 ફૉર્મ 6માં પહેલી વાર નામનો સમાવેશ કરવાની ઘોષણાપત્ર ૧-૮-૨૦૨૨થી અમલમાં આવશે.
 જે કોઈનું નામ ડ્રાફ્ટ-યાદીમાં નથી તેણે SIR હેઠળ અથવા એ પછી નવું ફૉર્મ 6 ફાઇલ કરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે, પછી ભલે તે પહેલાં કેટલીયે વાર મતદાર બન્યો હોય.
 આવી સ્થિતિમાં ફૉર્મ 6 ફાઇલ કરવાથી ફક્ત એટલા માટે ખોટી ઘોષણાપત્ર ગણવામાં આવશે નહીં કે મતદાર અગાઉ નોંધાયેલો હતો.
ચૂંટણીપંચે કઈ શરતો જણાવી?
ચૂંટણીપંચે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ ERO (ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર) ફક્ત એ આધાર પર કલમ ​​31 હેઠળ કેસ દાખલ કરશે નહીં કે કોઈ મતદાર પહેલાંથી જ યાદીમાં હતો અને તેણે ફરીથી ફૉર્મ 6 ભર્યું છે. એકમાત્ર શરત એ છે કે તેનું નામ પહેલાંથી જ અન્ય કોઈ લોકસભા કે વિધાનસભા મતવિસ્તારમાં નોંધાયેલું ન હોવું જોઈએ.

national news india election commission of india special intensive revision sir