ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથના મંત્રીમંડળનું વિસ્તરણ, આ સાત નેતાએ લીધા શપથ

26 September, 2021 06:49 PM IST  |  Lucknow | Gujarati Mid-day Online Correspondent

અધિકારીઓએ પીટીઆઈને જણાવ્યું કે, શપથ ગ્રહણ સમારોહ લખનઉના રાજભવનના ગાંધી ઓડિટોરિયમમાં સાંજે 5.30 કલાકે નક્કી કરવામાં આવ્યો છે.

યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે સાંજે તેમના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું, જેમાં સાત નવા મંત્રીઓને સામેલ કર્યા છે.

જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા હતા જ્યારે છ અન્ય લોકો - છત્રપાલ સિંહ ગંગવાર, પલ્તુ રામ, સંગીતા બળવંત, સંજીવ કુમાર, દિનેશ ખાટીક અને ધર્મવીર સિંહને રાજ્ય મંત્રી તરીકે શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમના સમાવેશ સાથે, ઉત્તર પ્રદેશ કેબિનેટની સંખ્યા 60 થઈ ગઈ છે.

પાર્ટીમાં સમુદાયના પાતળા પ્રતિનિધિત્વ અંગે ભગવા પક્ષની આંતરિક ચિંતાઓ વચ્ચે બ્રાહ્મણ નેતા પ્રસાદ આ વર્ષની શરૂઆતમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા.

અગાઉ જૂન મહિનામાં, સીએમ આદિત્યનાથ તેમના મંત્રીમંડળમાં ફેરબદલ કરવા જઈ રહ્યા હોવાની પ્રબળ અટકળો વચ્ચે, ભાજપના ઉત્તરપ્રદેશના પ્રભારી રાધા મોહન સિંહે કહ્યું હતું કે, ખાલી જગ્યાઓ હોવા છતાં, જ્યારે તેમને યોગ્ય લાગે ત્યારે તેને ભરવાનો સીએમ આદિત્યનાથનો અધિકાર છે.

ઉલ્લેખનીય છે કે 2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 403 બેઠકોમાંથી 312 બેઠકો જીતી હતી. તેના સાથી અપના દળ (સોનેલાલ)ને નવ બેઠકો મળી હતી.

national news yogi adityanath uttar pradesh