21 October, 2026 05:18 PM IST | Nerul | Gujarati Mid-day Online Correspondent
મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં દૂધ અને દહીંનાં પૅકેટો
નેરુળના પર્યાવરણીય રીતે સંવેદનશીલ મૅન્ગ્રોવ્ઝ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન દરમ્યાન એન્વાયર્નમેન્ટ લાઇફ ફાઉન્ડેશનના સ્વયંસેવકોને બ્રૅન્ડેડ દૂધ અને દહીંનાં આશરે ૧૦૦ જેટલાં પૅકેટો ફેંકાયેલાં મળ્યાં હતાં. ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢે દ્વારા ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહી ચાલી રહી છે ત્યારે FDAની તપાસ અને જપ્તીથી બચવા માટે આ એક્સપાયર્ડ કે મિલાવટી પ્રોડક્ટ્સ ફેંકી દેવાઈ હોવાની આશંકા છે. ફાઉન્ડેશનના સ્થાપક ધર્મેશ બારાઈએ મુખ્ય બ્રૅન્ડ્સને એક્સ્ટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પૉન્સિબિલિટી (EPR)નું પાલન કરવાની અને ગ્રાહકોને કચરો યોગ્ય જગ્યાએ નાખવાની અપીલ કરી છે. હાલ આ વિશે વધુ તપાસ બાકી છે.