05 May, 2026 02:23 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર નામનો ચાહક
તામિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીમાં મતગણતરી પહેલાં ઍક્ટર વિજયનો પરાજય થશે એવી અફવાને કારણે તેના એક ચાહક મહેન્દ્રને કથિત રીતે પોતાનું ગળું ચીરી નાખ્યું હતું. આ ઘટના મતગણતરી શરૂ થાય એ પહેલાં જ બની હતી. અહેવાલ મુજબ વિજય ચૂંટણી હારી ગયો હોવાની અફવા સાંભળીને મહેન્દ્રને તેનું ગળું કાપી નાખ્યું હતું. ઍક્ટરનો પરાજય થશે એવી અફવા સાંભળીને તે ખૂબ જ દુઃખી હતો. આ ઘટના રસ્તા પર બની હતી. લોકોએ તેને બચાવ્યો હતો અને કૃષ્ણગિરિ સરકારી મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં લઈ ગયા હતા. તેના પર હાલમાં સઘન સારવાર ચાલી રહી છે. વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ (TVK) તામિલનાડુની ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી છે. થલપતિ વિજયનો વિશાળ ચાહકવર્ગ છે અને તેના ચાહકો તેના માટે કંઈ પણ કરવા તૈયાર છે.