ઊભા પાકને વાંદરા બગાડી જતા હોવાથી ખેડૂત પોતે રીંછ બનીને પહેરો આપે છે

16 October, 2025 12:47 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

રીંછ જેવા કૉસ્ચ્યુમમાં ખૂબ જ ગરમી લાગે છે, પરંતુ પાક બચાવવા ગરમીમાં આવું કરવું જ પડે છે

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં વાંદરાઓનો આતંક ખૂબ છે. ઊભાં ખેતરોમાં પાકને વીંખી નાખીને વાંદરાઓ ખેડૂતોને બહુ નુકસાન પહોંચાડે છે. પંખીઓ અનાજ ચણી ન જાય એ માટે ચાડિયા બનાવવામાં આવતા હતા, પણ બંદરોને ચાડિયાનો કોઈ ડર નથી લાગતો એટલે ખેડૂતે વાંદરાઓ દૂર રહે એ માટે ઊભા પાકની રખેવાળી કરવા માટે રીંછ જેવો ડ્રેસ પહેરીને પહેરો લગાવવાનું શરૂ કર્યું છે. ખેડૂતભાઈ કહે છે કે રીંછ જેવા કૉસ્ચ્યુમમાં ખૂબ જ ગરમી લાગે છે, પરંતુ પાક બચાવવા ગરમીમાં આવું કરવું જ પડે છે.

national news india uttar pradesh viral videos social media