14 September, 2025 12:01 PM IST | Madhya Pradesh | Gujarati Mid-day Correspondent
ડૉ. મોહન યાદવ હૉટ ઍર-બલૂનમાં ચડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી
મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લામાં ગાંધીસાગર ફૉરેસ્ટ રિટ્રીટ નજીક ગઈ કાલે મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવ હૉટ ઍર-બલૂનમાં ચડવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે બલૂનના નીચેના ભાગમાં આગ લાગી હતી. જોરદાર પવનને કારણે બલૂન ઊડી શક્યું નહોતું. સ્થળ પર હાજર સ્ટાફે તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો અને સુરક્ષા કર્મચારીઓએ મુખ્ય પ્રધાનની ટ્રૉલીને સુરક્ષિત રીતે સંભાળી હતી, જેના કારણે મુખ્ય પ્રધાન સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.