22 December, 2025 09:32 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ગુલમર્ગ
રવિવારે કાશ્મીરમાં વરસાદ સાથે મોસમની પહેલી હિમવર્ષા થઈ હતી જેનાથી પ્રદેશમાં લાંબા સમય સુધી સૂકા હવામાનનો અંત આવ્યો હતો. આ ચિલ્લા-એ-કલાંની શરૂઆત છે જે ખીણ વિસ્તારમાં સૌથી કઠોર ૪૦ દિવસનો શિયાળો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગુલમર્ગમાં લગભગ બે ઇંચ બરફ પડ્યો હતો જ્યારે સોનમર્ગમાં સવાર સુધી કેટલાક કલાકો સુધી બરફ પડ્યો હતો.
બરફવર્ષા અને વરસાદને કારણે સમગ્ર રાજ્ય ઠંડીમાં ધ્રૂજી ઊઠ્યું હતું. પ્રતિકૂળ હવામાનને કારણે હવાઈ ટ્રાફિક પર પણ અસર પડી હતી, શ્રીનગર આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટથી આવતી અને જતી એક ડઝન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. આ ૪૦ દિવસની બરફવર્ષા અને વરસાદ ઘણી વાર જનજીવન ઠપ કરી દે છે. મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જાય છે.