ફેફસાંની તકલીફ હોય તો દિલ્હી છોડી દો

05 November, 2025 10:58 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીની AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું...

ગઈ કાલે દિલ્હીમાં વિરોધ પક્ષના નેતાઓએ ખરાબ હવા અને પ્રદૂષણ માટે માસ્ક પહેરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.

દિવાળી આવી ત્યારથી દિલ્હીની ઍર-ક્વૉલિટી કેમેય સુધરતી જ નથી. વહેલી સવારે સ્મૉગ અને ધૂંધળા વાતાવરણમાં પુષ્કળ પ્રદૂષકો છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ગંભીર પ​બ્લિક હેલ્થ-વૉર્નિંગ બહાર પાડી છે. તેમણે કહ્યું કે ‘ઝેરી સ્મૉગ હવે કોવિડ કરતાંય વધુ મૃત્યુનું કારણ બનશે. અત્યંત બારીક હવાના પ્રદૂષકો હાર્ટ-અટૅક, સ્ટ્રોક, ડિમેન્શિયા અને ઇન્ફર્ટિલિટીનું રિસ્ક વધારે છે. ઍર-ક્વૉલિટી ઇન્ડેક્સ છેલ્લા ઘણા દિવસોથી ૩૦૦થી ૪૦૦ની વચ્ચે છે જે બહુ ખરાબ અને ગંભીર સ્તરનો મનાય છે એટલે જો તમને ફેફસાંની તકલીફ હોય તો પ્લીઝ દિલ્હી છોડી દો.’

national news india delhi news new delhi air pollution Weather Update healthy living