પૂર્વ PM મનમોહન સિંહ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, પત્નીએ ડૉક્ટરનો આભાર વ્યક્ત કર્યો

01 November, 2021 04:08 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) માંથી એક દિવસ પહેલા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.

મનમોહન સિંહ

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) માંથી એક દિવસ પહેલા ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તેમની પત્ની ગુરશરન કૌરે સોમવારે ડૉક્ટરર્સ અને નર્સો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. 

ગુરશરન કૌરે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે `મારો પરિવાર અને મને અમારા તમામ મિત્રો અને શુભચિંતકોને જણાવતા આનંદ થાય છે કે ડૉ. મનમોહન સિંહ ડેન્ગ્યુ તાવમાંથી સાજા થઈ રહ્યા છે.`

 આ સાથે જ તેણીએ ઉમેર્યું કે `અમે AIIMSના તમામ ડોકટરો, નર્સો અને સહાયક સ્ટાફ અને અસંખ્ય શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેમણે તેમના ઝડપી સ્વસ્થ થવા માટે સખત મહેનત અને પ્રાર્થના કરી છે. 

ડૉ. મનમોહન સિંહને રવિવારે સાંજે 5:20 વાગ્યે દિલ્હીની એઈમ્સમાંથી રજા આપવામાં આવી હતી. નબળાઈની ફરિયાદ બાદ તેમને 13 ઓક્ટોબરે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારથી તેઓ સારવાર હેઠળ હતાં. 

national news manmohan singh