✕

પંજાબમાં હજી એક પોલીસ ઠાર, આ વર્ષે કુલ પાંચ

13 October, 2026 03:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વર્ષે પંજાબમાં આ પાંચમા પોલીસ-અધિકારીની હત્યા કરવામાં આવી છે.

ઇકબાલ સિંહ

પંજાબના તરન તારન જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ એક અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) ઇકબાલ સિંહની રવિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરી હતી. મોટરસાઇકલ પર આવેલા બે હુમલાખોરોએ નૌશેહરા પન્નુઆન વિસ્તારમાં ASI પર ગોળીબાર કર્યો હતો. આ વર્ષે પંજાબમાં આ પાંચમા પોલીસ-અધિકારીની હત્યા કરવામાં આવી છે.

કૉર્પોરેટર બનવું છે? ડ્રૉપ-બૉક્સમાં બાયોડેટા નાખો

કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટે BJPનો નવતર પ્રયોગ

ભારતીય જનતા પાર્ટી (BJP)એ આગામી કલકત્તા મ્યુનિસિપલ કૉર્પોરેશન (KMC)ની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા અનોખી ‘ડ્રૉપ બૉક્સ’ સિસ્ટમ શરૂ કરી છે. દિલ્હીમાં કલકત્તા BJPના હેડક્વૉર્ટર ખાતે ખાસ ડ્રૉપ બૉક્સ મૂકવામાં આવ્યાં છે જ્યાં સ્વચ્છ છબિ ધરાવતી કોઈ પણ વ્યક્તિ, ખાસ કરીને યુવાનો, પોતાનો બાયોડેટા જમા કરાવીને ઉમેદવારી નોંધાવી શકે છે.

એક પત્રકાર-પરિષદને સંબોધતાં BJPના સંસદસભ્ય અને ચૂંટણી પ્રભારી સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે ‘આ ડ્રૉપ બૉક્સ મુરલીધર સેન લેન સ્થિત પક્ષના જૂના હેડક્વૉર્ટર ખાતે રાખવામાં આવશે. અમે યુવાનોને આગળ આવીને લોકોની સેવા કરવા અપીલ કરીએ છીએ. અમે KMCને પારદર્શક બનાવવા માગીએ છીએ. એમાં બિલ્ડરો કે ડેવલપરો માટે કોઈ સ્થાન નહીં હોય. યુવાનો જ અમારી પ્રેરક શક્તિ હોવા જોઈએ.’ નોંધનીય છે કે ડીલિમિટેશન બાદ KMCમાં વૉર્ડની સંખ્યા ૧૪૪થી વધીને ૨૦૯ થઈ ગઈ છે અને BJP તમામ ૨૦૯ બેઠકો પર સ્વતંત્ર રીતે ‘કમળ’ના પ્રતીક પર ચૂંટણી લડશે.

જમ્મુ-કાશ્મીરના પુંછમાં ઘૂસણખોરી કરતા ચાર આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લાના ક્રિષ્નાઘાટી સેક્ટરમાં લાઇન ઑફ કન્ટ્રોલ (LoC) નજીક સોમવારે થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ચાર પાકિસ્તાની આતંકીઓ માર્યા ગયા હતા. આ ટેરરિસ્ટોમાં કુખ્યાત આતંકી સંગઠન લશ્કર-એ-તય્યબાનો એક ટોચનો કમાન્ડર પણ સામેલ છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ આતંકીઓ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ દરમ્યાન આ વિસ્ફોટ થયો હતો. આતંકીઓની ઓળખ પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીરના પુંછ જિલ્લાના હજીરા તહસીલના રહેવાસીઓ તરીકે થઈ છે જેમાં મુહમ્મદ ઇશ્તિયાક, મુહમ્મદ ફૈઝાન, મુહમ્મદ વકાસ અને મુહમ્મદ અસીમ સામેલ છે.

ઑક્ટોબરમાં મુંબઈમાં કાળઝાળ ૩૮.૨ ડિગ્રી ગરમી, આખા મહારાષ્ટ્રમાં ત્રીજો નંબર

ડિરેક્ટર વિક્રમ સિંહે જણાવ્યું હતું કે ‘મંગળવારે પણ હીટવેવ જેવી સ્થિતિ ચાલુ રહેશે અને ત્યાર બાદ ગરમ તથા ભેજવાળું વાતાવરણ રહેશે. જોકે થોડા દિવસો પછી આંશિક રાહતની અપેક્ષા છે, પરંતુ આ અઠવાડિયે મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીની ઉપર રહેશે. તાપમાનનો આધાર પવનની ગતિ અને દિશા પર રહેશે.’
સોમવારે મુંબઈનું મહત્તમ તાપમાન મહારાષ્ટ્રમાં ત્રીજા ક્રમે સૌથી વધુ હતું. રત્નાગિરિમાં સૌથી વધુ ૩૯.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૭.૬ ડિગ્રી વધારે હતું. ત્યાર બાદ માલેગાવમાં ૩૮.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૫.૬ ડિગ્રી વધારે હતું.
હવામાનની સ્થિતિમાં થયેલા વ્યાપક ફેરફારો અને એના પરિણામે સર્જાયેલી એક્સ્ટ્રીમ કન્ડિશન મુખ્યત્વે એલ નિન્યોની પરિસ્થિતિ સાથે સંકળાયેલી છે, જેને કારણે આ વર્ષે વરસાદની પણ અછત સર્જાઈ છે.

punjab Crime News murder case kolkata national news new delhi kashmir terror attack