જમ્મુ કાશ્મીર: સોપોરમાં આંતકી હુમલામાં 2 પોલીસકર્મી સહિત 4 લોકોના મોત

12 June, 2021 02:37 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ કાશ્મીરના સોપોરમાં અરમાપોરામાં નાકા પાસે આંતકીઓએ આજે પોલીસ અને CRPF ની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ સહિત ચાર લોકોના મોત થયા છે.

પ્રતિકાત્મક ફોટો ( સૌજન્ય: AFP)

જમ્મુ કાશ્મીરના સોપોરમાં આંતકી હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે, જયારે બે નાગરિકોના મોત થયા છે. સોપોરમાં અરમાપોરામાં નાકા પાસે આંતકીઓએ આજે પોલીસ અને CRPF ની ટીમ પર હુમલો કર્યો હતો, જેમાં પોલીસ સહિત ચાર લોકોના મોત થયા છે. 

ઉત્તરી કાશ્મીરના સોપોરમાં આજે શનિવારે આંતકવાદીઓએ પોલીસ જવાનો અને સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો હતો. આતંકીવાદીના આ હુમલામાં કુલ 4 લોકોના મોત થયા છે. આ હુમલામાં 2 પોલીસ કર્મચારીઓ શહીદ થયા છે. આ ઉપરાંત બે નાગરિકોના મોત પણ થયા છે. 

DGP દિલબગ સિંહે સોપોર હુમલા અંગે જણાવ્યું કે બે પોલીસ કર્મચારી સહિત 4 લોકોના મોત થયા છે. તેમજ 3 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. તેમણે વધુમાં કહ્યું કે આ હુમલા પાછળ લશ્કરનો હાથ હોય શકે છે.

સુત્રો અનુસાર આંતકવાદીઓએ સુરક્ષાબળોની ટીમ પર અચાનક ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. જોકે હુમલા બાદ જવાનોએ આ વિસ્તારને ચારે તરફ ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. 

national news jammu and kashmir terror attack sopore