ફ્રેન્કલિન ટેમ્પલટન ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ લોન્ચ કર્યું

05 November, 2025 05:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ટેકનોલોજીમાં પ્રગતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધારા સાથે, હવે મોટી માત્રામાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે ક્વોન્ટિટેટિવ ડેટા મોડેલ્સ બનાવવાનું શક્ય બન્યું છે જે પોર્ટફોલિયો મેનેજરોને રોકાણની તકો ઓળખવામાં મદદ કરી શકે છે: કંપનીના પ્રેસિડેન્ટે કહ્યું.

ફ્રેન્કલિન ટેમ્પલટને ફ્રેન્કલિન ઈન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ લોન્ચ કર્યું

ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્ડિયા દ્વારા ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડ (FIMF) લોન્ચ કરવાની જાહેરાત કરવાં આવી હતી. આ એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે જે મલ્ટી-ફેક્ટર આધારિત ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજીને અનુસરે છે. FIMF જેવા Quality, Value, Sentiment, and Alternatives (QVSA) પરિબળોના આધારે સ્ટોક્સ પસંદ કરવા માટે ડેટા આધારિત, પદ્ધતિસર અભિગમ અપનાવે છે. રોકાણ કરવાલાયક શેર્સમાં માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ ભારતની ટોચની 500 લિસ્ટેડ કંપનીઓનો સમાવેશ થાય છે. આ ફંડનો ઉદ્દેશ્ય ફંડ મેનેજરની ઇનસાઇટ્સ સાથે શિસ્તબદ્ધ, મોડલ સંચાલિત પ્રોસેસને સાથે લાવી રિસ્ક-એડજસ્ટેડ રિટર્ન્સ આપવાનો છે. સબ્સ્ક્રીપ્શન માટેનો એનએફઓ 10 નવેમ્બર, 2025થી 24 નવેમ્બર, 2025 સુધી ખુલ્લો રહેશે જે દરમિયાન યુનિટ્સ રૂ. 10 પ્રતિ યુનિટના ભાવે ઉપલબ્ધ રહેશે. આ લોન્ચ અંગે ફ્રેન્કલિન ટેમ્પલટન-ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અવિનાશ સતવાલેકરે જણાવ્યું હતું કે ટેકનોલોજીનો આપણા રોજિંદા જીવનમાં ઉપયોગ થઈ રહ્યો છે. ટેકનોલોજીમાં પ્રગતિ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધારા સાથે, હવે મોટી માત્રામાં ડેટાનું વિશ્લેષણ કરવા માટે ક્વોન્ટિટેટિવ ડેટા મોડેલ્સ બનાવવાનું શક્ય બન્યું છે જે પોર્ટફોલિયો મેનેજરોને રોકાણની તકો ઓળખવામાં મદદ કરી શકે છે.

ફ્રેન્કલિન ટેમ્પલટન ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ એડમ પેટ્રિકે જણાવ્યું હતું કે “કંપની 98 અબજ ડોલરથી વધુનું ફંડ મેનેજ કરે છે. 160 કરતા વધુ વર્ષની સંચિત રોકાણ કુશળતા સાથે અમારી ગ્લોબલ ક્વોન્ટિટેટિવ ઇન્વેસ્ટમેન્ટ ટીમના જ્ઞાન અને રોકાણ માટે સુવ્યવસ્થિત અભિગમ લાવે છે, જે રોકાણની પરંપરાગત મૂળ સ્ટાઈલથી અલગ છે. ફ્રેન્કલિન ઇન્ડિયા મલ્ટી-ફેક્ટર ફંડના ફંડ મેનેજર અરિહંત જૈને જણાવ્યું હતું કે આ એક ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવવા માટે શિસ્તબદ્ધ, ક્વોન્ટિટેટિવ-આધારિત પ્રોસેસનો ઉપયોગ કરે છે. સંબંધિત ક્વોન્ટ મોડેલ ચાર પ્રાથમિક કેટેગરી - Quality, Value, Sentiment and Alternatives માં ગ્રુપ કરેલા વ્યાપક પરિબળોનો ઉપયોગ કરીને તથા પર્ફોર્મન્સના વિવિધ ડાયમેન્શન્સને વેગ આપવા માટે બનાવાયેલા સબ-મેટ્રિક્સના જટિલ નેટવર્ક સાથે શેરોનું મૂલ્યાંકન કરે છે, કારણ કે વિવિધ બજાર ચક્રમાં વિવિધ પરિબળો કામ કરતા હોય છે."

ગુણવત્તા, મૂલ્ય, ગતિ અને ઓછી અસ્થિરતા જેવા પરિબળોમાં રોકાણ કરવાથી રોકાણકારોને એક પરિબળના અભિગમ સાથે સંકળાયેલા નુકસાનના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે. આ મોડલ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ડેટા પર પ્રોસેસ કરે છે અને ચોક્કસ નિર્ધારિત નિયમોના આધારે સ્કોર્સ આપે છે. ક્વોન્ટિટેટિવ મોડેલ પોર્ટફોલિયો નિર્માણ માટે મૂલ્યાંકન પ્રક્રિયાના ભાગરૂપે 40 થી વધુ પરિબળોને ધ્યાનમાં લે છે. સેક્ટર, સાઇઝ, રિસ્ક અને સ્ટાઇલના પૂર્વગ્રહોને કાળજીપૂર્વક મેનેજ કરવામાં આવે છે જેનો હેતુ અનિચ્છનીય એક્સપોઝરને ઘટાડવાનો છે અને પોર્ટફોલિયો મિશ્રણને ઓપ્ટિમાઇઝ કરવા માટે રિસ્ક મેનેજમેન્ટ વ્યૂહરચનાઓ સંકલિત કરવામાં આવે છે.

finance news mutual fund investment share market stock market national news mumbai news