ગૌતમ ગંભીરને ફરી આવ્યો ધમકીભર્યો ઈમેલ, પોલીસમાં પણ જાસૂસ હાજર હોવાનો દાવો

28 November, 2021 02:18 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે.

ફાઇલ ફોટો

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 28 નવેમ્બરની રાત્રે ગૌતમ ગંભીરને એક ઈમેલ મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષામાં લાગેલી પોલીસ પણ કંઈ કરી શકશે નહીં.

ઈ-મેલમાં લકહવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ અને આઈપીએસ શ્વેતા પણ કંઈ બગાડી શકે નહીં. પોલીસની અંદર અમારા જાસૂસો હાજર છે, જે તમારા વિશે તમામ માહિતી આપી રહ્યા છે.

ઈ-મેલમાં ઉલ્લેખિત આઈપીએસ શ્વેતા સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ વિસ્તારના ડીસીપી છે. જણાવી દઈએ કે ગૌતમ ગંભીરને તાજેતરના દિવસોમાં બે ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે, જે ISIS કાશ્મીર દ્વારા મોકલવામાં આવ્યા છે.

આ પછી ગૌતમ ગંભીરના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. સાયબર સેલ ગૌતમ ગંભીરને અગાઉ આવેલા ઈ-મેલની તપાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ ઈમેલ પાકિસ્તાનના કરાચીથી કરવામાં આવ્યા હતા.

national news bharatiya janata party gautam gambhir