ચૂંટણી માટે તૈયાર થઈ જાવ

23 October, 2021 11:37 AM IST  |  New Delhi | Agency

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી વિધાનસભાની ચૂંટણી માટે મળ્યા ગુજરાતના કૉન્ગ્રેસી નેતાઓને

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઈ કાલે નવી દિલ્હીમાં ગુજરાતના પક્ષના નેતાઓને મળ્યા હતા. પી.ટી.આઇ.

શુક્રવારે ગુજરાતથી આવેલા પક્ષના આગેવાનોને કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધી મળ્યા હતા. તેમણે આગેવાનોને આવી રહેલી ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે તૈયાર રહેવા માટે કહ્યું હતું. વરિષ્ઠ નેતાઓને રાહુલ ગાંધી અલગથી પણ મળ્યા હતા અને પક્ષના નવા પ્રદેશપ્રમુખ માટે તેમની પાસેથી સૂચનો લીધાં હતાં.
ગુજરાતમાં આવતા વરસે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કે.સી. વેણુગોપાલ, રઘુ શર્માની હાજરીમાં ગુજરાતમાંથી અમિત ચાવડા, હાર્દિક પટેલ વગેરે નેતાઓ રાહુલ ગાંધીને મળ્યા હતા. રાહુલ ગાંધીએ નેતાઓ પાસેથી ગુજરાતમાં પક્ષના સંગઠનને મજબૂત કરવા માટેનાં સૂચનો પણ માગ્યાં હતાં. 

બિહારમાં કન્હૈયા કુમાર, હાર્દિક, જિજ્ઞેશ પ્રચાર કરશે
બિહાર પેટા ચૂંટણીમાં કૉન્ગ્રેસ અને આરજેડી સામસામે મેદાનમાં છે, જ્યારે એનડીએ એક થઈને ચૂંટણી લડી રહ્યા છે. એવામાં કૉન્ગ્રેસે ચૂંટણી માહોલ બનાવવા માટે કન્હૈયા કુમાર, જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ જેવા યુવા ચહેરાને રણભૂમિમાં ઉતાર્યા છે. તારાપુરમાં આ નેતા ૨૩થી ૨૫ ઑક્ટોબર સુધી કૉન્ગ્રેસ ઉમેદવાર રાજેશ મિશ્રાના પક્ષમાં ચૂંટણી માહોલ તૈયાર કરશે, જે બાદ ૨૬થી ૨૮ ઑક્ટોબર સુધી આ નેતા કુશેશ્વરસ્થાનમાં રહેશે, જ્યાં તેઓ અતિરેક કુમાર માટે જનતા પાસે મત માગશે. પેટા ચૂંટણીમાં કૉન્ગ્રેસ ઉમેદવારની સાથે જ આ ત્રણેય યુવા નેતાઓની પણ પરીક્ષા થશે. ખાસ કરીને કન્હૈયા કુમારને લિટમસ ટેસ્ટમાંથી પસાર થવું પડશે.

national news congress