06 November, 2025 07:46 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૨૦૨૫ની ૩૧ ડિસેમ્બર સુધીમાં જે લોકો તેમના પર્મનન્ટ અકાઉન્ટ નંબર (PAN-પૅન) કાર્ડને આધાર નંબર સાથે લિન્ક નહીં કરે તેમના માટે પૅન કાર્ડ ૨૦૨૬ની ૧ જાન્યુઆરીથી નિષ્ક્રિય કરવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)એ લિન્કિંગ ફરજિયાત કર્યું છે, જે આવકવેરા ઈ-ફાઇલિંગ પોર્ટલની મુલાકાત લઈને કરી શકાય છે. જો પૅન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવે છે તો કોઈ પણ વ્યક્તિ બૅન્ક ખાતું કે ડીમેટ ખાતું ખોલી શકશે નહીં અથવા ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની રોકડ ડિપોઝિટ કે ફિક્સ્ડ ડિપોઝિટ કરી શકશે નહીં.