કેમ આપઘાત પહેલા 11મા ધોરણની વિદ્યાર્થિનીએ લખી આટલી મોટી વાત...

20 December, 2021 07:20 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચેન્નઇમાં જ કૉલેજની એક વિદ્યાર્થીની કહેવાતી રીતે યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે સોમવારે દાવો કર્યો કે યુવકે અપરાધ સ્વીકાર્યો છે, અને તેના વિરુદ્ધ POCSO હેઠળ કેસ દાખલ કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

તામિલનાડુમાં 11મા ધોરણની એક વિદ્યાર્થિનીનું કહેવાતી રીતે આઠ મહિના સુધી શોષણ તેમ જ પીછો થવાની પીડા સહન કરી અને અંતે હાર માની લીધી. શનિવારે જ્યારે બાળકીની મા માર્કેટમાંથી પાછી આવી, તો તેણે પોતાની દીકરીને ઘરમાં લટકતી જોઈ. 

કિશોરીએ પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે, "છોકરી માત્ર પોતાની માના ગર્ભમાં કે કબરમાં જ સુરક્ષિત છે..." આ શબ્દોમાં સ્પષ્ટ અનુભવાય છે કે તેણે કેટલી અસહનીય પીડા અને હતાશા સહન કરી હશે, જેની માહિતી તેના પરિવાર સુદ્ધાને નહોતી.

સુસાઇડ નોટમાં ત્રણ શંકાસ્પદ હેરાન કરનારા નામની સાથે એ પણ લખ્યું છે કે, "યૌન શોષણ બંધ કરો..." અને તે જ પત્રના અંતે એવું પણ લખવામાં આવ્યું છે કે, "મારી માટે ન્યાય હાંસલ કરો..."

ચેન્નઇમાં જ કૉલેજના વિદ્યાર્થીને કહેવાતી રીતે યૌન ઉત્પીડનના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સોમવારે દાવો કર્યો છે કે યુવકે અપરાધ સ્વીકારી લીધું છે, અને તેમના વિરુદ્ધ POCSO હેઠળ કેસ દાખલ કર્યો છે.

છોકરીની સુસાઇડ નોટને આધારે પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કેશું આ યુવક સિવાય અન્ય કોઇએ પણ આ છોકરીને પરેશાન તો નહોતો કરતો ને..

નોંધનીય છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં આપઘાતના ચાર વધુ કેસ સામે આવી ચૂક્યા છે.

chennai national news Crime News