સોમવારે હાયર અને શુક્રવારે... કંપનીએ આ કારણે 5 દિવસમાં કરી કર્મચારીની હકાલપટ્ટી

12 July, 2025 07:01 AM IST  |  Goa | Gujarati Mid-day Online Correspondent

Goa Startup Viral Post: એક સ્ટાર્ટઅપના ફાઉન્ડર જતિન સૈનીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમણે લિન્ક્ડઈન પર લખ્યું કે તેમણે જે સીનિયર કર્મચારીને સોમવારે કામ પર રાખ્યો હતો, તેને શુક્રવારે જ કામ પરથી કાઢી મૂક્યો.

જતીન સૈની અને તેણે શૅર કરેલી પોસ્ટનો કૉલાજ

Goa Startup Viral Post: એક સ્ટાર્ટઅપના ફાઉન્ડર જતિન સૈનીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમણે લિન્ક્ડ ઈન પર લખ્યું કે તેમણે જે સીનિયર કર્મચારીને સોમવારે કામ પર રાખ્યો હતો, તેને શુક્રવારે જ કામ પરથી કાઢી મૂક્યો.

ગોવાના એક સ્ટાર્ટઅપના ફાઉન્ડર જતિન સૈનીની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. તેમણે લિંક્ડ ઈન પર લખ્યું કે તેમણે જે સીનિયર કર્મચારીને સોમવારે કામ પર રાખ્યા હતા, તેને શુક્રવારે જ નોકરી પરથી કાઢી મૂક્યા. જતિને જણાવ્યું કે આ નિર્ણય લેવો સરળ નહોતો, પણ જરૂરી હતો કારણકે તે વ્યક્તિએ ટીમના એક સભ્ય સાથે અપમાનજનક વર્તન કર્યું હતું.

શું કહ્યું તે સીનિયર કર્મચારીએ?
જતિને લખ્યું કે તે એક દિવસ ઑફિસમાં હતા, ત્યારે તેમણે તે નવા કર્મચારીને એક જૂનિયર ટીમ મેમ્બરને એ કહેતા સાંભળ્યો, "શું મગજ ઘરે મૂકી આવ્યા છો? જો આ જ તમારું બેસ્ટ છે, તો તમારે નવી નોકરી શોધવી જોઈએ. કાલે મગજ લઈને આવજે, નહીંતર આવવાની જરૂર નથી." આ વાતે જતિનને અંદર સુધી હચમચાવી મૂકી.

વાત કરવા પર પણ ન માની પોતાની ભૂલ
જ્યારે જતિને તે સીનિયર વ્યક્તિના આ વ્યવહારને લઈને વાત કરી, તો તેણે આને યોગ્ય ઠેરવતા કહ્યું, "આ રીત છે મજબૂત ટીમ બનાવવાની." પણ જતિન આથી સંમત નહોતા. તેમણે તરત નિર્ણય લીધો કે આ પ્રકારના ટૉક્સિક માહોલને આગળ વધવા નહીં દે અને તે વ્યક્તિને કંપનીમાંથી કાઢી મૂક્યો.

માણસને ઝકઝોર કરીને નથી બનતી બ્રાન્ડ
જતિને પોસ્ટના અંતમાં લખ્યું, "અમે પર્સનલ એક સરસ બ્રાન્ડ્સ બનાવવા માગીએ છીએ, પણ લોકોને તોડીને નહીં." આ વાતને અનેક લોકોને પ્રેરિત કર્યા છે કે એક સારી ટીમ બનાવવા માટે સ્કિલ્સથી વધારે જરૂરી હોય છે સારું વ્યવહાર અને સન્માનની ભાવના.

સોશિયલ મીડિયા પર લોકોની પ્રતિક્રિયા
લોકોએ જતિનના આ નિર્ણયના વખાણ કર્યા. એક વ્યક્તિએ લખ્યું- "હું પોતે ખૂબ જ જલ્દી ગુસ્સે થઈ જાઉં છું, પણ તમારી પોસ્ટે મને વિચારવા પર મજબૂર કરી દીધો. હવે હું પોતાને બહેતર બનાવવાનો પ્રયત્ન કરીશ." એક અન્ય યૂઝરે કહ્યું, "સારું છે કે તમે આ જલ્દી ઓળખી લીધું કે કંપનીમાં ખોટી વ્યક્તિ આવી ગઈ છે. નાની ટીમ હોવાના ફાયદા છે." ત્રીજા યૂઝરે લખ્યું, "તમે સ્ક્લિસ પહેલા કલ્ચરને પ્રાથમિકતા આપી. આ એક સાચ્ચા લીડરની ઓળખ છે." એક અન્યએ કહ્યું, "આથી જ વ્યક્તિની પર્સનાલિટી સ્કિલ્સથી વધારે મહત્ત્વ ધરાવે છે. સારું કર્યું તમે જે ચલાવી લીધું."

goa national news social media offbeat news india