Google Doodle: `જુડો કરાટે`ના પિતા ગણાતાં Kano Jigoroના સંઘર્ષની કહાની છે પ્રેરણાત્મક 

28 October, 2021 01:41 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કાનો જિગોરો કિશોરાવસ્થામાં ખૂબ જ નબળા અને કદમાં નાના હતા, જેના કારણે શાળાના મોટા બાળકો તેની સામે દાદાગીરી કરતા હતા

Googleનું આજનું ખાસ Doodle `જુડો કરાટે`ના પિતા ગણાતાં Kano Jigoroને સમર્પિત

Googleનું આજનું ખાસ Doodle `જુડો કરાટે`ના પિતા ગણાતાં Kano Jigoroને સમર્પિત છે.  કાનો જિગોરોનો જન્મ આજે એટલે કે 28 ઓક્ટોબરના રોજ થયો હતો. આજે તેમની 16મી જન્મજયંતિ છે,  આ ખાસ અવસરે ગૂગલે તેમની જીવનની કહાની દર્શાવતું એક ખાસ ડૂડલ તૈયાર કર્યુ છે. ડૂડલ પર તમે ક્લિક કરશો એટલે તમને એક ઈલસ્ટ્રેશન ગેલેરી જોવા મળશે. જેમાં એક પછી એક એમ કોનો જીગોરોના જીંદગીના તબક્કા જોવા મળશે.  જુડો પહેલા જાપાની માર્શલ આર્ટ હતું, જેને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખાણ મળી અને આ ગેમને ઓલિમ્પિકનો હિસ્સો બનાવવામાં આવ્યો છે. 

આ ખાસ ડૂડલમાં કાનો જીગોરોનો ફોટો જોવા મળી રહ્યો છે.  આ સાથે જ તસવીરમાં કાનો જુડો રમતા અને જુડોની તાલીમ આપતાં દેખાઈ રહ્યાં છે. જો કે, આ ડૂડલ માત્ર આ તસવીર પુરતુ જ સીમિત નથી, આ ડૂડલ પર તમે ક્લિક કરશો એટલે તમને જીગોરોની આખી જર્ની જોવા મળશે. ડૂડલ પર ક્લિક કરતા એક ઈલસ્ટ્રેશન ગેલેરી ખુલે છે, જેમા કાનો જીગોરોના જીવનના સંઘર્ષની કહાનીના તબક્કા જોવા મળે છે. 

આ તસવીરોમાં તમે સૌથી પહેલા જોઈ શકો છો કે કાનો જુજુત્સુની રમતમાં તેના પ્રતિસ્પર્ધીને માત આપે છે. બીજા ચિત્રમાં, તે માર્શલ આર્ટ અને જુજુત્સુની રમતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરતા બતાવવામાં આવ્યા છે, જે પછી તે રમતમાં સમાન પ્રતિસ્પર્ધીને હરાવે છે. ચોથા ચિત્રમાં, તે એક શાળા ખોલતા હોય તેવું બતાવવામાં આવ્યું છે, જ્યાં તે અન્ય લોકોને કલા વિશે શીખવે છે. ધીમે ધીમે સ્ત્રીઓ પણ તેના વર્ગનો ભાગ બની જાય છે. 

એવું કહેવાય છે કે કાનો જિગોરો કિશોરાવસ્થામાં ખૂબ જ નબળા અને કદમાં નાના હતા, જેના કારણે શાળાના મોટા બાળકો તેની સામે દાદાગીરી કરતા હતા. એક દિવસ તેમના એક પારિવારિક મિત્રએ જુજુત્સુની રમત વિશે માહિતી આપતાં કહ્યું કે ટૂંકા કદના લોકો માટે આ એક મહાન શારીરિક તાલીમ છે, જેની મદદથી તેઓ સરળતાથી પોતાના કરતાં વધુ મજબૂત લોકોનો સામનો કરી શકે છે. કાનોએ આ સલાહને ખૂબ ગંભીરતાથી લીધી અને તેમાંથી શીખવાનું શરૂ કર્યું. તાલીમ અને સ્પર્ધા દરમિયાન જ કાનોએ જુજુત્સુ પાસેથી `જુડો` ટેકનિકની શોધ કરી. તે પછી તેણે અન્ય લોકોને જુડો શીખવવાનું શરૂ કર્યું.

national news google