Google Doodle: આજે ગૂગલે ગ્રીન ટી સંશોધક Michiyo Tsujimuraને યાદ કર્યાં

17 September, 2021 11:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગ્રીન ટી ગટગટાવવાની આદત આપણને બધાંયને છેલ્લા કેટલાક વર્ષોમાં પડી છે ખરું ને પણ તમે ક્યારેય વિચાર્યું છે કે ગ્રીન ટીની શોધ કેવી રીતે થઇ?

મિશિયો શૂજીમૂરા

ગ્રીન ટી ગટગટાવવાની આદત આપણને બધાંયને છેલ્લા કેટલાક વર્ષોમાં પડી છે ખરું ને પણ તમે ક્યારેય વિચાર્યું છે કે ગ્રીન ટીની શોધ કેવી રીતે થઇ? જેમણે દુનિયામાં સૌથી પહેલાં ગ્રીન ટી પર રિસર્ચ કર્યું હતું તેમનું નામ છે જાપાની કેમિસ્ટ મિશિયો શૂજીમૂરા (Michiyo Tsujimura). આજનું ગૂગલ ડૂડલ તેમના જ માનમાં બનાવવામાં આવ્યું હતું, તેમાં  મિશિયો શૂજીમૂરાને સંશોધન કરતા દેખાડાયાં છે.  શૂજીમુરા એક જાપાની કૃષિ વૈજ્ઞાનિક અને જૈવ રસાયણવિદ હતાં અને તેમના રિસર્ચને પગલે તેઓ જાપાનમાં એગ્રીકલ્ચરમાં ડૉક્ટરેટની પદવી મેળવનારાં પહેલાં મહીલા હતાં.  આજે તેમની 133મી જન્મજયંતી પર (Michiyo Tsujimura 133th Birth Anniversary) પોતાનું ડૂડલ (Google Doodle) તેમના માનમાં બનાવ્યું.  1888 માં હાલના ઓકાગાવા, સાઇતામા પ્રીફેકચર, જાપાનમાં જન્મેલા મિશિયો શૂજીમૂરાએ પોતાની કારકિર્દીની શરૂઆતમાં વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કર્યો. તેઓ ગર્લ્સ સ્કૂલમાં વિજ્ઞાન ભણાવતાં.  વર્ષ 1920માં તેમણે રિસર્ચર બનવાનું નક્કી કર્યું અને હોક્કાઇડો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમા; એક લેબ આસિસ્ટન્ટ તરીકે કામ શરુ કર્યું. તે સમયે મહિલા સ્ટુડન્ટ્સને સ્કૂલ્સમાં પ્રવેશ નહોતો મળતો. 

શરૂઆતમાં તેમણે રેશમના કીડાના પોષણ પર પોતાનું રિસર્ચ શરૂ કર્યું પરંતુ વર્ષ 1922માં તેમની બદલી ટોક્યો ઇમ્પિરિયલ યુનિવર્સિટીમાં વિટામિનના શોધકર્તા ઉમેતારો સુઝુકીની સાથે થઈ. અહીં મિશોયોએ ગ્રીનની બાયોકેમેસ્ટ્રી પર રિચર્ચ કર્યું. બે વર્ષ બાદ, તેમણે સાથી સીતારો મિઉરાએ ગ્રીન ટીમાં વિટામીન સીની શોધ કરી, જેનાથી ઉત્તર અમેરિકામાં ગ્રીન ટીના નિર્યાતમાં વધારો થયો.  પાંચ વર્ષ બાદ, તેમણે ગ્રીન ટીમાં કડવાશ લાવનારા કેટેચિન તત્વને અલગ પાડવામાં તેમને સફળથા મળી. બીજા વર્ષે, તેઓ ગ્રીન ટીથી ક્રિસ્ટલ રૂપમાં ટૈટિન નિકળ્યું. ગ્રીન ટીના ઘટકો પર તેમનાં થિસીસે તેમને 1932માં ટોક્યો ઇમ્પીરિયલ યુનિવર્સિટીથી એગ્રીક્લ્ચરમાં ડૉકટરેટની ઉપાધિ અપાવી. તેમના રિસર્ચ માટે વર્ષ 1956માં કૃષિ વિજ્ઞાનના જાપાનના પુરસ્કારથી સન્માનિત થયાં. આ પહેલાં તેમણે અનેક સ્કૂલો અને યુનિવર્સિટીઓમાં પ્રોફેસર અને લેક્ચરર તરીકે કામ કર્યું. વર્ષ 1969માં 81 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

હવે તમારી ગ્રીન ટીના ઘૂંટડા પહેલા તેમના માનમાં એક ચિયર્સ કરવાનું ચૂકશો નહીં.

google national news