18 November, 2026 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર (મિડ-ડે)
કેન્દ્ર સરકાર ૧૪ લાખ સક્રિય સંરક્ષણ-કર્મચારીઓનાં ખાનગી વાહનોને ટોલમાંથી મુક્તિ આપવાની યોજના બનાવી રહી છે. અવરોધ-મુક્ત હાઇવે ટોલિંગ સંબંધિત સમસ્યાને ઉકેલવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. મલ્ટિ-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમવાળા હાઇવે પર ખાનગી વાહનોનો ઉપયોગ કરતા સંરક્ષણ-કર્મચારીઓને ઈ-ચલાન જારી કરવામાં આવી રહ્યાં છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સંરક્ષણ મંત્રાલય સાથે ચર્ચા શરૂ કરી છે જેથી ટ્રાફિકને ખલેલ પહોંચાડ્યા વિના તેમનાં ખાનગી વાહનોને ટોલમાંથી મુક્તિ મળે. એક પ્રસ્તાવ આવાં વાહનો પર ફાસ્ટેગ લગાવવાનો છે અને સંરક્ષણ મંત્રાલય વાર્ષિક પાસની કિંમત ભરપાઈ કરશે.