✕

દરદીઓની સુરક્ષા માટે સરકારે આપ્યો સખત નિર્દેશ

25 October, 2026 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉસ્પિટલો સિંગલ-યુઝ ઉપકરણો અને સર્જિકલ ડિસ્પોઝેબલનો ફરીથી ઉપયોગ નહીં કરી શકે.

પ્રતીકાત્મક તસવીર

દેશમાં દરદીઓની સલામતી અને આરોગ્યનાં ધોરણોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક કડક પગલું ભર્યું છે. સરકારે હૉસ્પિટલો અને અન્ય આરોગ્ય-સંભાળ સંસ્થાઓને એક વખત ઉપયોગમાં લેવાતાં તબીબી ઉપકરણો અને સર્જિકલ ડિસ્પોઝેબલ્સના પુનઃ ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. આ નિર્દેશ સરકારી અને પ્રાઇવેટ બન્ને હૉસ્પિટલોને લાગુ પડશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સ્ટરિલાઇઝ કર્યા પછી પણ આવાં ઉપકરણોનો ફરી ઉપયોગ કરી શકાતો નથી.

સરકારે કાર્ડિયોલૉજી (હૃદયરોગ), નેફ્રોલૉજી (કિડની રોગ), ઑન્કોલૉજી (કૅન્સર), કાર્ડિયોથોરાસિક અને વૅસ્ક્યુલર સર્જરી અને ન્યુરોસર્જરી જેવાં તબીબી ક્ષેત્રોમાં એક વખત ઉપયોગમાં લેવાતાં ઉપકરણોના પુનઃ ઉપયોગ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ ક્ષેત્રોમાં ઉપયોગમાં લેવાતાં સિંગલ-યુઝ ઉપકરણો અને ડિસ્પોઝેબલ સર્જિકલ વસ્તુઓનો ફરીથી ઉપયોગ કરવામાં આવશે નહીં.
આ નિર્દેશ એ હકીકતનો પણ સખત વિરોધ કરે છે કે ઘણા કિસ્સાઓમાં હૉસ્પિટલો વારંવાર એક જ સાધનોનો ઉપયોગ કરે છે, છતાં દરદીઓ પાસેથી એની સંપૂર્ણ કિંમત વસૂલ કરે છે અથવા સરકારી એજન્સીઓ પાસેથી સંપૂર્ણ પેમેન્ટ મેળવે છે.

world health organization health tips mental health healthy living heart attack medical information indian medical association national news