પેઇનકિલર અને ઍન્ટિબાયોટિક ચણા-મમરાની જેમ લેવાથી કિડની ફેલ થવાનું મોટું જોખમ

23 September, 2026 07:28 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

સરકારે દવાઓના આડેધડ ઉપયોગ સામે ચેતવણી જાહેર કરીને મેડિકલ સ્ટોર્સને કડક આદેશ આપ્યા

પ્રતીકાત્મક તસવીર

પેઇનકિલર અને ઍન્ટિબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગ સામે સરકારે ગંભીર ચેતવણી આપી છે. આ દવાઓના આડેધડ અને અયોગ્ય ઉપયોગથી કિડની સંબંધિત ગંભીર બીમારીઓ અને કિડની ફેલ થવાનું જોખમ રહેલું છે. સરકારે સ્પષ્ટ સૂચના આપી છે કે ડૉક્ટરની સલાહ વિના પોતાની જાતે કોઈ પણ દવા લેવાનું ટાળવું જોઈએ, સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનમાં એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ન કરવો જોઈએ. 
એક રિપોર્ટ અનુસાર ઑગસ્ટ ૨૦૨૨માં દેશનું એન્ટિબાયોટિક બજાર ૨૩,૦૪૫ કરોડ રૂપિયાનું હતું, જે ઑગસ્ટ ૨૦૨૬માં વધીને ૨૮,૫૧૩ કરોડ રૂપિયા થઈ ગયું છે.
દવાઓના વધતા જતા ઉપયોગને ધ્યાનમાં રાખીને ડ્રગ કન્ટ્રોલરે ડાૅક્ટરોને પણ દરદીની સ્થિતિ અને ઉંમર ધ્યાનમાં રાખીને જ ઓછામાં ઓછી અસરકારક માત્રા લખવા જણાવ્યું હતું. સાથે જ ફાર્માસિસ્ટ અને મેડિકલ સ્ટોર સંચાલકોને પણ પ્રિસ્ક્રિપ્શન વગર આ દવાઓ ન આપવા કડક આદેશ અપાયો છે. 

national news india indian government healthy living