ગ્રેટર નોઇડામાં સ્લીપર બસ સાથે કારમો બનાવ: આગની લપેટોએ ૯ લોકોનો જીવ લીધો

24 September, 2026 09:42 AM IST  |  Greater Noida | Gujarati Mid-day Online Correspondent

Greater Noida Bus Fire: આ બસ ગ્રૅટર નોઇડાથી ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના મહુવા તરફ જઈ રહું હતી. અચાનક આ બસ આગની લપેટમાં આવી જતાં ૯ પેસેન્જર્સ જીવતેજીવત બળીને ભડથું થઈ ગયા છે.

બળીને ખાખ થઈ ગયેલી બસ (તસવીર સૌજન્ય : PTI)

ગ્રૅટર નોઇડામાંથી ભયાવહ ઘટના (Greater Noida Bus Fire) સામે આવી છે. ગઈ મોડી રાત્રે યમુના યમુના એક્સપ્રેસવે પર એક સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.  આ બસ ગ્રૅટર નોઇડાથી ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લાના મહુવા તરફ જઈ રહું હતી. અચાનક આ બસ આગની લપેટમાં આવી જતાં ૯ પેસેન્જર્સ જીવતેજીવત બળીને ભડથું થઈ ગયા છે.

મળી રહેલી માહિતી અનુસાર બિહારની આ સ્લીપર બસમાં ૩૫થી ૪૦ મુસાફરો ટ્રાવેલ કરી રહ્યા હતા. ગઈકાલે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ જ્યારે બસ ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર વિસ્તારમાં આવેલ દયાનાતપુર ગામ પાસે પહોંચી હતી ત્યારે અચાનકથી પેસેન્જર્સને કંઇક બળી રહ્યું હોય તેવી ગંધ આવવા લાગી હતી. આગ લાગ્યાની શંકા જતાં જ પેસેન્જરોએ તાબડતોબ બસને રોકાવી હતી. પણ ડ્રાઈવર બસને રોકે એ પહેલાં જ આગ એટલી બધી ભયાનક રીતે વકરી ઉઠી હતી કે ક્ષણવારમાં તો તેમાં બેઠેલા નવ પેસેન્જર સળગી ગયા હતા.

મોડી રાતનો સમય હોવાથી મોટા ભાગના પેસેન્જર ઊંઘી રહ્યા હતા. એકાએક બસમાં ધુમાડો જોઇને ચીસાચીસ થઈ ઉઠી (Greater Noida Bus Fire) હતી. આખી બસમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘણા પેસેન્જર્સ તો બસની વિન્ડો અને દરવાજામાંથી બહાર કૂદી ગયા હતા. પરંતુ અતિશય ધુમાડા અને આગની પ્રચંડ લપેટોમાં નવ મુસાફરો કોઈપણ રીતે બહાર આવી શક્યા નહોતા અને સળગી ગયા હતા.

આ ભયાવહ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની દસેક જેટલી ગાડીઓ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે (Greater Noida Bus Fire) દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ ભારે જહમત બાદ આગ પર અંકુશ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે એર-કંડિશનિંગ (AC) સિસ્ટમમાં શોર્ટ સર્કિટ થવાને લીધે બસમાં આગ લાગી હતી. પોલીસે આ મામલે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને બસના ડ્રાઇવર અને કંડક્ટરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

લગેજ બળીને ખાખ: ઇજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે

હાલ તમામ ઇન્જર્ડ પેસેન્જર્સને કૈલાશ હોસ્પિટલમાં સારવાર માટે ખડેસવામાં આવ્યા છે. હોસ્પિટલમાં પહોંચતાં જ નવ લોકોને તો ડોકટરોએ મૃત ઘોષિત કર્યા હતા. આ આગમાં પસેન્જર્સના મોબાઈલ ફોન સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. બસનો લગેજ એરિયા અને છાપરું પણ (Greater Noida Bus Fire) સળગી ગયું છે.

ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર યોગી આદિત્યનાથે આ દુર્દૈવી દુર્ઘટના અંગે જાણતાં જ દુખ વ્યક્ત કર્યું હતું. તેઓએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ તંત્રને આદેશ આપ્યા છે કે ઇન્જર્ડ પેસેન્જર્સને ત્વરિત અને યોગ્ય સારવાર મળી રહે તથા પીડિત પરિવારોને જરૂરી તમામ મદદમાં કોઇ કચાશ ન રહે.

national news india greater noida delhi news uttar pradesh fire incident