19 April, 2025 07:00 AM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય સોશિયલ મીડિયા
દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટેલમાં આજે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા જૈન, સંભવ જૈન સાથે લગ્ન બંધનમાં બંધાઈ ગઈ છે. સંગીત સેરેમનીમાં મુખ્યમંત્રી ભગવંત માન પોતાની પત્ની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યા. કાર્યક્રમમાં કેટલાક ખાસ મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાના લગ્ન આજે દિલ્હીની એક ફાઇવ સ્ટાર હોટલમાં સંભવ જૈન સાથે થયા. આ પહેલા, ગુરુવારે રાત્રે સંગીત સમારોહમાં, કેજરીવાલ અને તેમની પત્ની ઉપરાંત, પંજાબના સીએમ ભગવંત માન પણ તેમની પત્ની સાથે ડાન્સ કરતાં જોવા મળ્યાં હતાં.
જોકે, કાર્યક્રમમાં ફક્ત કેટલાક ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હર્ષિતા અને સંભવ જૈનની રિસેપ્શન સેરેમની 20મી એપ્રિલે યોજાશે. આ કાર્યક્રમમાં ઘણા ખાસ લોકો હાજરી આપે તેવી શક્યતા છે.
લગ્ન સમારોહમાં મર્યાદિત સંખ્યામાં જ લોકો હાજર રહ્યા હતા. ફક્ત પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, હર્ષિતા કેજરીવાલ અને સંભવ જૈનની રિસેપ્શન સેરેમની 20 એપ્રિલે યોજાશે. સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતાએ IITમાંથી અભ્યાસ કર્યો છે. તેના પતિ સંભવે પણ હર્ષિતા સાથે દિલ્હી IITમાંથી અભ્યાસ કર્યો છે. સંભવ જૈન અને હર્ષિતાએ પણ થોડા મહિના પહેલા સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું.
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પુત્રી હર્ષિતા કેજરીવાલે નોઈડાની દિલ્હી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય શિક્ષણ મેળવ્યું હતું અને 2014માં IIT-JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 3,322મો ક્રમ મેળવ્યો હતો. ત્યારબાદ હર્ષિતાએ IIT દિલ્હીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું, જ્યાં તે તેના વિભાગમાં ત્રીજા સ્થાને રહી. અભ્યાસ દરમિયાન તેને ઘણી પ્રતિષ્ઠિત કંપનીઓ તરફથી નોકરીની ઑફર મળી. સંભવ જૈને એક જિની કંપનીમાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી છે.
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની દીકરી હર્ષિતા કેજરીવાલના લગ્ન શુક્રવારે થયા. આ કાર્યક્રમ કપૂરથલા હાઉસ ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. અગાઉ 17 એપ્રિલે શાંગરી-લા હોટેલમાં સંગીત સમારોહ યોજાયો હતો. રિસેપ્શન 20 એપ્રિલના રોજ યોજાશે.
હર્ષિતા કેજરીવાલના લગ્ન સંભવ જૈન સાથે થયા છે, જે IIT દિલ્હીમાં હર્ષિતાનો બેચમેટ હતો. બંનેએ એક સ્ટાર્ટઅપ પણ શરૂ કર્યું છે જેમાં બંને શેરહોલ્ડર્સ છે.
પંજાબના સીએમ ભગવંત માને કર્યો જોરદાર ડાન્સ
હર્ષિતા કેજરીવાલ 29 વર્ષની છે અને તેમણે IIT દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે. તેમના નાના ભાઈ પુલકિત કેજરીવાલે પણ JEE માં સફળતા મેળવી છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ તેમની પત્ની સાથે તેમના લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ જોરશોરથી ડાન્સ કરી રહ્યા છે.