02 April, 2026 12:51 PM IST | Allahabad | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અલાહાબાદ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે પતિની પત્નીનું ભરણપોષણ કરવાની જવાબદારી તેના મૃત્યુ પછી પણ સમાપ્ત થતી નથી, તેથી હિન્દુ વિધવાને તેના સસરા પાસેથી ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. કોર્ટે કહ્યું હતું કે ‘એ એક સુસ્થાપિત સિદ્ધાંત છે કે પતિ તેની પત્નીનું ભરણપોષણ કરવા માટે બંધાયેલો છે. આ જવાબદારી તેના મૃત્યુ પછી પણ ચાલુ રહે છે અને કાયદો વિધવાને તેના સસરા પાસેથી ભરણપોષણ મેળવવાની પરવાનગી આપે છે.’
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ‘લગ્ન પછી પુત્રીને ટેકો આપવાની સામાન્ય રીતે પિતાની કોઈ જવાબદારી હોતી નથી, સિવાય કે જ્યારે તે વિધવા હોય. જો તેનાં માતા-પિતા તેની અથવા તેનાં બાળકોની સંભાળ રાખવામાં કે ભરણપોષણ કરવામાં અસમર્થ હોય તો કાયદા હેઠળ તે તેના પતિની મિલકતમાંથી અથવા તેના સસરા પાસેથી ભરણપોષણ માગી શકે છે. જોકે તેણે ફરી લગ્ન ન કર્યાં હોવાં જોઈએ.’