આશા છે કે અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી કોંગ્રેસને નુકસાન થાય: ગેહલોત

19 September, 2021 04:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યો અને જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે.

અમરિંદર સિંહ. તસવીર/એએફપી

રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રવિવારે આશા વ્યક્ત કરી હતી કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેપ્ટન અમરિંદર સિંહ એવું કોઈ પગલું નહીં ભરે કે જેનાથી પાર્ટીને નુકસાન થાય.

તેમણે ટ્વિટર પર પોસ્ટ કરેલા નિવેદનમાં કહ્યું કે કૉન્ગ્રેસ હાઇકમાન્ડે ધારાસભ્યો અને જનતા તરફથી મળેલા પ્રતિસાદના આધારે પાર્ટીના હિતમાં નિર્ણય લીધો છે.

ગેહલોતે ટ્વીટ કરી લખ્યું હતું કે “કેપ્ટન સાહેબ પાર્ટીના આદરણીય નેતા છે અને મને આશા છે કે તેઓ પાર્ટીના હિતને આગળ રાખતા કામ ચાલુ રાખશે.”

ઉલ્લેખનીય છે કે સિંહે શનિવારે અચાનક પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. અગાઉ ગુજરાતમાં પણ આવી જ રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી.

national news punjab congress