જેઠ મહિનાના પહેલા મંગળવારે હનુમાનગઢીમાં બડા મંગલ ઉત્સવનો ભારે ધસારો

06 May, 2026 09:04 AM IST  |  Ayodhya | Gujarati Mid-day Correspondent

શ્રી હનુમાનજીનો અભિષેક દિવ્ય રસાયણથી કરવામાં આવ્યો. એ પછી દૂધ, ચંદનથી પૂજા-અર્ચના કરવામાં આવી

બડા મંગલ ઉત્સવ

અયોધ્યામાં જેઠ મહિનાના પહેલા મંગળવારે હનુમાનગઢીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટ્યા હતા. જેઠનો પ્રથમ મંગળવાર ‘બડા મંગલ’ કહેવાય છે. એવી માન્યતા છે કે આ દિવસે હનુમાનજીનું પરાક્રમ સૂર્યના તેજથી અત્યંત પ્રભાવી થઈ જાય છે. સવારે ચાર વાગ્યાથી જ શ્રદ્ધાળુઓ અયોધ્યામાં પવિત્ર સરયૂ નદીમાં સ્નાન કરીને બજરંબલીની સિદ્ધપીઠ ગણાતી હનુમાનગઢીમાં દર્શન કરવા પહોંચી ગયા હતા.

આ ખાસ પર્વ પર શ્રી હનુમાનજીનો અભિષેક દિવ્ય રસાયણથી કરવામાં આવ્યો. એ પછી દૂધ, ચંદનથી પૂજા-અર્ચના કરવામાં આવી. 

હવે પછી જેઠ મહિનાના દરેક મંગળવારે હનુમાનજી મંદિરે ખાસ પૂજાઅર્ચના થશે. અધિક જેઠ માસ હોવાથી આ વર્ષે ૮ મંગળવારનું પર્વ છે. જોકે ગઈ કાલે સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી અસર કરનારો દિવસ હતો. 

national news india ayodhya religious places culture news festivals