ICAIએ CA ઇન્ટરમીડિયેટનું પરિણામ જાહેર કર્યું, જાણો કઈ રીતે જોવું રિઝલ્ટ

19 September, 2021 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉમેદવારો, જેઓ ઇમેઇલ દ્વારા પરિણામ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેમણે icaiexam.icai.org પર પોતાની નોંધણી કરાવવાની રહેશે.

પ્રતિકાત્મક તસવીર

ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)એ રવિવારે CA ઇન્ટરમીડિયેટ જુલાઈ 2021ના ​​પરિણામો જાહેર કર્યા છે. વિદ્યાર્થીઓ આઈસીએઆઈની સત્તાવાર વેબસાઇટ icai.nic.in પર તેમના પરિણામો જોઈ શકે છે. વિદ્યાર્થીઓ caresults.icai.org અને icai.nic.in પર પરિણામ જોઈ શકે છે. ICAIએ 6 જુલાઈથી 20 જુલાઈ સુધી CA ઇન્ટરમીડિયેટની પરીક્ષા લીધી હતી.

ઉમેદવારો, જેઓ ઇમેઇલ દ્વારા પરિણામ પ્રાપ્ત કરવા ઇચ્છે છે. તેમણે icaiexam.icai.org પર પોતાની નોંધણી કરાવવાની રહેશે.

આ રીતે જુઓ પરિણામ:

૧. ICAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.

૨. “Result Portal” પર ક્લિક કરો અને મેનૂમાંથી તમારો અભ્યાસક્રમ પસંદ કરો.

૩. રોલ નંબર અને પિન અથવા નોંધણી નંબર જેવા તમારા લોગિન કરો.

૪. ICAI CA ઇન્ટર પરિણામ 2021 તમારી સ્ક્રીન પર દેખાશે.

ઉલ્લેખનીય છે કે  ICAI એ CA ડિસેમ્બર 2021ની પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. ઉમેદવારો 30 સપ્ટેમ્બર સુધીમાં અરજીઓ સબમિટ કરી શકે છે. જેઓ છેલ્લી તારીખ ચૂકી જાય છે તેઓ 3 ઓક્ટોબર સુધી 600 રૂપિયાની લેટ ફી ભરી અરજી કરી શકે છે. ICAI CA ફાઉન્ડેશન, મધ્યવર્તી અને અંતિમ પરીક્ષા 5 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર દરમિયાન યોજાશે.

ICAI Announced CA Intermediate result, know how to view the result

National News