06 November, 2025 02:33 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
જિતન રામ માંઝી
બિહારમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ છે ત્યારે એક ઇન્ટરવ્યુ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી (BJP) સમર્થિત નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના સાથી પક્ષ હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર)ના વડા અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જિતન રામ માંઝીએ કહ્યું હતું કે ‘જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને BJP મુસ્લિમોને નફરત કરતાં હોત તો તેઓ ઑપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાનનો નાશ કરી દેત. BJP મુસ્લિમોની વિરુદ્ધ નથી અને તેઓ માનવતાના ચૅમ્પિયન છે. જોકે દરેક પક્ષમાં કેટલાંક ઉગ્રવાદી તત્ત્વો હોય છે.’
આ નિવેદન દ્વારા માંઝીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે ભારતની લશ્કરી કાર્યવાહી આતંકવાદીઓ સામે હતી, પાકિસ્તાની નાગરિકો કે મુસ્લિમ સમુદાય સામે નહીં અને વડા પ્રધાનનો અભિગમ વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા પર કેન્દ્રિત હતો, કોઈ ચોક્કસ ધર્મ સામે નફરત પર નહીં.