ટોલ ચૂકવવાનો બાકી હશે તો હવે ફિટનેસ સર્ટિફિકેટ કે વાહન વેચવા નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ નહીં મળે

22 January, 2026 08:59 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

ફૉર્મ ૨૮માં પણ અનુરૂપ ફેરફારો કરવામાં આવ્યા છે

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં હવે ટોલની વસૂલાત માટે મલ્ટિ-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમ લાગુ કરવામાં આવવાની છે અને તેથી જો કોઈ વાહનમાલિક એમ વિચારશે કે ટોલ ચૂકવ્યા વિના હવે આસાનીથી પ્રવાસ કરી શકાશે તો તે એવું કરી શકશે નહીં, કારણ કે વાહન માટે ફિટનેસ સર્ટિફિકેટ કે વેચાણ માટે નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવતાં પહેલાં ટોલની વસૂલાત બાકી હશે તો એવું સર્ટિફિકેટ મળશે નહીં. વાહનમાલિકોએ તેમનાં વાહનો વેચતાં પહેલાં અથવા ફિટનેસ સર્ટિફિકેટ મેળવતાં પહેલાં ટોલપ્લાઝાનાં તમામ બાકી લેણાં ચૂકવવાં પડશે.

આ સંદર્ભમાં પરિવહન-મંત્રાલયે જણાવ્યું છે કે ‘આ સુધારાઓનો ઉદ્દેશ યુઝર-ફી પાલનમાં સુધારો કરવાનો, ઇલેક્ટ્રૉનિક ટોલ-વસૂલાતની કાર્યક્ષમતા વધારવાનો અને નૅશનલ હાઇવે પર ટોલ-ચોરીને નિરુત્સાહિત કરવાનો છે. આ જોગવાઈઓ મલ્ટિ-લેન ફ્રી ફ્લો (MLFF) સિસ્ટમના અમલીકરણ પછી પણ યુઝર-ફીની વસૂલાતને મજબૂત બનાવવામાં મદદ કરશે જે હાઇવે નેટવર્ક પર કોઈ પણ અવરોધો વિના ટોલ-વસૂલાતને મંજૂરી આપશે.’

મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે જો ટોલ બાકી હોય તો વાહન ટ્રાન્સફર, ફિટનેસ-રિન્યુઅલ અને પરમિટ માટે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવશે નહીં. ફૉર્મ ૨૮માં પણ અનુરૂપ ફેરફારો કરવામાં આવ્યા છે. આ ફૉર્મમાં અરજદારે હવે જાહેર કરવું પડશે કે શું કોઈ પણ ટોલપ્લાઝા પર વાહન સામે ચુકવણી ન કરાયેલ યુઝર-ફીની માગણી બાકી છે તો એની વિગતો જોડવી પડશે.

national news india ministry of road transport and highways morth indian government