09 May, 2025 08:39 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ (IND-PAK Tension) વકરી રહી છે. પાકિસ્તાન નાપાક હરકતો કરવાનું હજી ચૂક્યું નથી. ગુરુવારે મોડી રાત્રે પણ પાકિસ્તાની સૈન્ય તરફથી હમાસ સ્ટાઈલ ઍટેક લોન્ચ કરવામાં આવ્યો. જો કે ભારતે તેને તોડી નાખ્યા છે. ભારતીય એર ડિફેન્સ સિસ્ટમના શક્તિશાળી જવાબથી તે તમામ રોકેટ તોડી પાડવામાં આવ્યા છે.
શુક્રવારની વહેલી સવારે પણ નિયંત્રણ રેખા (LoC) નજીક જોરદાર વિસ્ફોટો સંભળાયા હતા. પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા આ હુમલાનો ભારતીય સેના પણ યોગ્ય જવાબ આપી રહી છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા આખી રાત પાકિસ્તા દ્વારા કરવામાં આવેલા હુમલાઓનો જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.
IND-PAK Tension: મોડી રાત્રે પાકિસ્તાન દ્વારા જમ્મુ, પઠાણકોટ, ઉધમપુર અને કેટલાક અન્ય વિસ્તારોમાં ભારતીય લશ્કરી થાણાઓને નિશાન બનાવીને સતત ગોળીબાર અને રોકેટ લોન્ચકરવામાં આવ્યા. જો કે ભારતે તે બધાને હવામાં જ તોડી પાડયા હતા.
પાકિસ્તાને સતત નાપાક હરકતો ચાલુ જ રાખી છે. પાકિસ્તાન દ્વારા આ નાપાક હુમલો ગુરુવારે મોડી રાત્રે શરૂ થયો જ્યારે પાકિસ્તાની સેનાએ રોકેટ અને ડ્રોનનો ઉપયોગ કરીને હમાસ શૈલીમાં લગભગ સમગ્ર સરહદ રેખા પર હુમલો કર્યા કર્યો. જો કે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા લગાતાર હુમલાઓ બાદ ભારતીય વાયુસેનાએ પણ તેને યોગ્ય જવાબ આપ્યો હતો.
ભારતીય સેનાએ વિડીયો જારી કરીને રાતભર ચાલેલી જવાબી કાર્યવાહીનો ચિતાર આપ્યો
ઓપરેશન સિંદૂર એમ લખીને ભારતીય સેનાએ આજે એક વિડીયો જારી કર્યો છે. જેમાં જણાવાયું છે કે પાકિસ્તાની સશસ્ત્ર દળોએ 8થી 9 મે 2025ની રાત્રે પશ્ચિમી સરહદ પર ડ્રોન અને અન્ય દારૂગોળાનો ઉપયોગ કરીને અનેક હુમલા કર્યા હતા. પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પણ ઉલ્લંઘન કર્યું. ડ્રોન હુમલાઓનો અસરકારક રીતે પૂરતો જવાબ આપવામાં આવ્યો છે. #EjercitoIndio રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.
આજે સવારે પણ વિસ્ફોટો સંભળાયા- જમ્મુ બંધ
આજે શુક્રવારે સવારે પૂંછ અને રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક અનેક વિસ્ફોટો કરવામાં (IND-PAK Tension) આવ્યા છે. આ વિસ્ફોટોના પગલે જમ્મુમાં સતત સાયરન વાગ્યા હતા. અનેડ ત્યારબાદ જમ્મુમાં સંપૂર્ણ બંધ લાદવામાં આવ્યો છે. અગાઉ પણ આ જ વિસ્તારમાં આવા જ વિસ્ફોટો થયા છે.
ઉધમપૂરમાં સ્કૂલ-કોલેજ બંધ
ભારત- પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતિને પગલે જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં આજે શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી ઓમર અબ્દુલ્લા જમ્મુ તરફ રવાના
પ્રાપ્ત અહેવાલો અનુસાર જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી ઓમર અબ્દુલ્લા આ સમગ્ર પરિસ્થિતિનો ચિતાર (IND-PAK Tension) લેવા માટે રવાના થઈ ગયા છે. જમ્મુ અને કાશ્મીરના પ્રધાનમંત્રી ઓમર અબ્દુલ્લાએ તેમની સવારની મુલાકાતનો ફોટો શેર કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે "ગઈ રાત્રે પાકિસ્તાની ડ્રોનના નિષ્ફળ હુમલા બાદ જમ્મુ શહેર અને ડિવિઝનના અન્ય ભાગો તરફ નિર્દેશિત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે જમ્મુ તરફ જઇ રહ્યો છું"
ગઈકાલે રાત્રે જ્યારે પાકિસ્તાને નિયંત્રણ રેખા (એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદો (આઈબી) પર વિવિધ સ્થળોએ ડ્રોનના એન્જેમ્બર્સ મોકલવાના નિષ્ફળ પ્રયાસો કર્યા હતા ત્યારે ઉધમપુર, સામ્બા, જમ્મુ, અખનૂર, નગરોટા અને પઠાણકોટના વિસ્તારોમાં ભારતીય સેનાના એર ડિફેન્સના એકમો દ્વારા કરવામાં આવેલા મોટા પાયે કાઉન્ટર ડ્રોન ઓપરેશન દરમિયાન 50થી વધુ ડ્રોનને સફળતાપૂર્વક નિષ્ક્રિય કરવામાં આવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે.