જ્ઞાની ઝૈલ સિંહનો પૌત્ર બીજેપીમાં જોડાયો

14 September, 2021 10:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇન્દરજિત સિંહ ગઈ કાલે પાર્ટી હેડ ક્વૉર્ટરમાં કેન્દ્રીય પ્રધાન અને પંજાબ ચૂંટણી ઇન્ચાર્જ હરદીપ સિંહ પુરીના હાજરીમાં બીજેપીમાં જોડાયો હતો

ઇન્દરજિત સિંહ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જ્ઞાની ઝૈલ સિંહનો પૌત્ર ઇન્દરજિત સિંહ ગઈ કાલે પાર્ટી હેડ ક્વૉર્ટરમાં કેન્દ્રીય પ્રધાન અને પંજાબ ચૂંટણી ઇન્ચાર્જ હરદીપ સિંહ પુરીના હાજરીમાં બીજેપીમાં જોડાયો હતો. બીજેપીમાં જોડાયા બાદ ઇન્દ્રજિત સિંહે તેમના દાદાની ઇચ્છા પૂર્ણ થઈ હોવાનું કહ્યું હતું.

પંજાબ બીજેપીના ઇન્ચાર્જ દુષ્યંત ગૌતમે કહ્યું હતું કે ‘ઇન્દરજિત સિંહ પંજાબમાં તેમ જ દેશનાં ઘણાં રાજ્યોમાં સામાજિક કાર્યો સાથે સંકળાયેલા છે.’ ગૌતમે મોદી સરકારનાં કાર્યો પર પ્રકાશ પાડતાં ટૂંકમાં કહ્યું હતું કે ‘૧૯૮૪ના સિખ-વિ રોધી રમખાણમાં ન્યાય અપાવવા મોદીજી પ્રતિબદ્ધ છે.’ કરતારપુર કૉરિડોરના બાંધકામનો પણ ગૌતમે ઉલ્લેખ કર્યો હતો.

national news bharatiya janata party