31 October, 2025 10:06 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
ભારતે ૨૦૨૪માં ચાબહાર ઍરપોર્ટને ૧૦ વર્ષ માટે લીઝ પર લીધું હતું, પરંતુ અમેરિકાએ ૨૯ સપ્ટેમ્બરથી આ બંદરગાહ ચલાવવા, પૈસા આપવા કે એની સાથે સંકળાયેલી કંપનીઓ પર પેનલ્ટી લગાવવાની જાહેરાત કરી હતી. એ પછી અમેરિકાએ એ અવધિ વધારીને ૨૭ ઑક્ટોબર સુધી તારીખ લંબાવી હતી. આ ડેડલાઇન ૩ દિવસ પહેલાં જ પૂરી થઈ હતી જેને હવે અમેરિકાએ છ મહિના માટે વધારી છે. ભારતના વિદેશ મંત્રાલયે ગઈ કાલે જાહેર કર્યું હતું કે અમેરિકાએ ભારતને ઈરાનના ચાબહાર પોર્ટ પર ૬ મહિનાની છૂટ આપી છે.
વેપાર અને વ્યૂહાત્મક વિદેશસંબંધોની દૃષ્ટિએ ભારત માટે આ બંદરગાહ બહુ મહત્ત્વનું છે, કેમ કે એના થકી અફઘાનિસ્તાન, મધ્ય એશિયા, રશિયા અને યુરોપ સાથે સીધો વેપાર સરળ બને છે અને બીજા એશિયાઈ દેશો સુધી સામાન પહોંચાડવા માટે પાકિસ્તાનના રસ્તે જવાની જરૂર નથી પડતી.