સ્ટાર્ટ-અપ ક્ષેત્રે ભારત વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે : વડા પ્રધાન

29 November, 2021 03:40 PM IST  |  Mumbai | Agency

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અનેક સરકારી કામોમાં તથા અનેક સરકારી યોજનાઓમાં જ્યાં માનવીય સંવેદનાઓ જોડાયેલી છે, કામ કરવામાં મને એક અનેરો આનંદ મળે  છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આ સ્ટાર્ટ-અપનો યુગ છે અને ભારત એક અબજ અમેરિકી ડૉલર (લગભગ ૭૫.૦૫ અબજ રૂપિયા) કરતાં વધુનું વેલ્યુએશન ધરાવતાં ૭૦ કરતાં વધુ સ્ટાર્ટ-અપ્સ સાથે આ ક્ષેત્રમાં વિશ્વમાં સૌથી અગ્રેસર રહ્યું છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ રેડિયો પ્રસારણમાં કહ્યું હતું કે તેઓ લોકોની સેવા કરવા ચાહે છે, ના કે સત્તા પર રહેવા માગે છે. આયુષ્માન ભારતના લાભાર્થીએ તેમને સત્તા પર રહેવાની કામના કરતાં તેઓએ કહ્યું હતું કે ‘હું આજે પણ સત્તા પર નથી અને ભવિષ્યમાં પણ સત્તા પર રહેવા ઇચ્છતો નથી. મારા માટે વડા પ્રધાનનું આ પદ સત્તા માટે નહીં, પણ લોકોની સેવા કરવા માટેનું પદ છે.’ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અનેક સરકારી કામોમાં તથા અનેક સરકારી યોજનાઓમાં જ્યાં માનવીય સંવેદનાઓ જોડાયેલી છે, કામ કરવામાં મને એક અનેરો આનંદ મળે  છે. 

national news narendra modi