વિનાશના પંથે પાકિસ્તાન

09 May, 2025 08:34 AM IST  |  Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

ભારત પર અનેક ડ્રોન, મિસાઇલ, ફાઇટર જેટ સાથે તૂટી પડેલા નાપાક પાડોશીના તમામ હુમલા નિષ્ફળ બનાવી દેવાયા : સામા પ્રહારમાં ઇસ્લામાબાદ, કરાચી, લાહોર અને સિયાલકોટ પર બૉમ્બ વરસાવ્યા ભારતે

અમ્રિતસરમાં બ્લેક આઉટનું દૃશ્ય અને બીજી તસવીરમાં પાકિસ્તાની આક્રમણનો હવામાં જ ખાતમો

પાકિસ્તાની સેના અને સરકારના ટોચના અધિકારીઓ દેશ છોડીને ભાગ્યા

પાકિસ્તાને સતત બીજા દિવસે ગુરુવાર રાત્રે ડ્રોન અને મિસાઇલથી હુમલા કર્યા. આ હુમલા ભારતના જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં કરવાના પ્રયાસ કરાયા હતા. પાકિસ્તાનના ડ્રોન-મિસાઇલ હુમલાને ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમે નિષ્ફળ કરી દીધા હતા. પાકિસ્તાની હુમલા પર ભારતે જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું હતું. પાકિસ્તાન સરહદ નજીકનાં તમામ રાજ્યોને અલર્ટ જાહેર કરી દેવાયાં હતાં. પાકિસ્તાનના હુમલાથી કોઈ નુકસાન થયું નથી.

પાકિસ્તાની વાયુસેનાએ ભારતમાં જેટથી હુમલાનો પ્રયાસ પણ કર્યો હતો જેમાં ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનનાં ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં. આ સિવાય ભારતે પાકિસ્તાનના ઍરબોર્ન વૉર્નિંગ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ (AWACS) વિમાનને તોડી પાડ્યું હતું.

પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની ૪ ઍર ડિફેન્સ સિસ્ટમ S-400, L-70, ZSU-23 અને શિલ્કા ઍર ડિફેન્સ સિસ્ટમ અૅક્ટિવેટ કરી દેવાઈ હતી. પાકિસ્તાનના ડ્રોન અટૅકને ભારતની ઍર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઇન્ટરસેપ્ટ કરી રહી છે એટલે કે ભારતની મિસાઇલ સિસ્ટમે તમામ ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યાં હતાં. 

બાડમેર

જેસલમેર

જમ્મુ

શ્રીનગર

કઈ-કઈ જગ્યાએ થયો ડ્રોન અટૅકનો પ્રયાસ?

જમ્મુ ઍરપોર્ટ, જમ્મુ વિશ્વ વિદ્યાલય, ઉધમપુર, પઠાણકોટ ઍરબેઝ, આરએસપુરા, સાંબા, અરનિયા, જૈસલમેર, પોખરણ સહિતના વિસ્તાર.

પાકિસ્તાનનો ધી એન્ડ

પાકિસ્તાને ભારતનાં ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઇલ દ્વારા હુમલા કર્યા એના વળતા જવાબમાં ભારતે મોડી રાતે લાહોર, સિયાલકોટ, કરાચી, પેશાવર અને ઇસ્લામાબાદમાં વળતો હુમલો કરતાં ઠેર-ઠેર બૉમ્બમારો કર્યો હતો.

પાકિસ્તાની સેના અને સરકારના અનેક મોટા અધિકારીઓ વિદેશ ભાગ્યા, ઇસ્લામાબાદ ઍરપોર્ટ પરથી અનેક પ્રાઇવેટ જેટ ઊડ્યાં

અરબી સમુદ્રમાં તહેનાત INS વિક્રાન્ત પરથી ભારતીય નૌસેનાએ કરાચી પર હુમલો કર્યો હતો એમાં કરાચી શહેર અને કરાચી પોર્ટ પર મોટું નુકસાન થયું હતું.

ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફના ઘર પાસે પણ મેસિવ વિસ્ફોટકોના ધડાકા સંભળાયા હતા.

જમ્મુ-કાશ્મીરમાં તનાવ વધતાં વૈષ્ણોદેવી મંદિર પરિસર અને આસપાસ બ્લૅકઆઉટ કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાને મોડી રાતે ફરીથી જમ્મુ, જેસલમેર, પંજાબ, પઠાણકોટમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા જે S400 સિસ્ટમે ખાળ્યા હતા. ભારતીય સેનાએ બે JF-17 અને એક F-16 જેટ તોડી પાડ્યાં હતાં.

પાકિસ્તાને મોડી રાતે લાઇન ઑફ કન્ટ્રોલ પાસે કૂપવાડા અને બારામુલ્લામાં ભારે ફાયરિંગ કર્યું હતું અને ભારતીય સેનાએ એનો વળતો જવાબ આપ્યો હતો.

સતવારી, સામ્બા અને આરએસપુરા સેક્ટર અને અરનિયામાં પાકિસ્તાને ૮ મિસાઇલો છોડી હતી એને પણ ભારતીય ડિફેન્સ સિસ્ટમે નાકામ કરી દીધી હતી.

જમ્મુના સીમા વિસ્તારમાં રહેતા લોકોને બંકરમાં લઈ જવાયા હતા.

આ ઍરપોર્ટ બંધ- (૧) ચંડીગઢ (૨) શ્રીનગર (૩) અમ્રિતસર (૪) લુધિયાણા (૫) ભૂંતાર (૬) કિશનઘર (૭) પટિયાલા (૮) શિમલા (૯) કાંગરા-ગાગલ (૧૦) ભટિંડા (૧૧) જેસલમેર (૧૨) જોધપુર 
(૧૩) બિકાનેર (૧૪) હલવારા (૧૫)  પઠાણકોટ (૧૬) જમ્મુ (૧૭) લેહ (૧૮)  મુન્દ્રા (૧૯) જામનગર (૨૦) હીરાસર (રાજકોટ) (૨૧) પોરબંદર (૨૨) કેશોદ (૨૩) કંડલા (૨૪) ભુજ 

ind pak tension india terror attack pakistan indian government karachi jammu and kashmir indian army indian air force