20 April, 2025 01:10 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય વાયુસેનામાં સતત ફાઇટર વિમાનની ઊણપને લઈને નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બીજી બાજુ ચીન સતત પોતાની વાયુસેનાને મજબૂત કરી રહ્યું છે. આ દરમ્યાન એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ભારત સરકારે ફ્રાન્સ પાસેથી ૪૦ રફાલ ફાઇટર વિમાનો ખરીદવાનો નિર્ણય કર્યો છે. ભારત અને ફ્રાન્સ વચ્ચેનો આ કરાર સરકારથી સરકાર (G2G)ના રૂપે થશે. ૨૮-૨૯ એપ્રિલ વચ્ચે ફ્રાન્સના રક્ષાપ્રધાન ભારતની મુલાકાત લેશે. આ દરમ્યાન બન્ને દેશો વચ્ચે ભારતીય નૌસેનાને લઈને રફાલ મરીન ફાઇટર વિમાનની ખરીદીને લઈને કરાર કરવામાં આવી શકે છે. આ રફાલ મરીન ફાઇટર જેટ્સને ઍરક્રાફ્ટ કૅરિયર્સ પર તહેનાત કરવામાં આવશે.